Thursday, December 19, 2013

આપ શિક્ષક છો ............? આપે આ પુસ્તક વાંચ્યું છે.............

Saturday, December 7, 2013

શબ્દની સુગંધ

ડો. આઈ કે વીજળીવાળા ની નવી આવૃત્તિ મોતીચારો ભાગ-7 
એક વસાવવા જેવું પુસ્તક 

શબ્દની સુગંધ 

Monday, October 21, 2013

શાહપુર પ્રાથમિક શાળાનું ગૌરવ


શાહપુર પ્રાથમિક શાળાનું ગૌરવ 

ગાંધીનગર ની અક્ષયપાત્ર સંસ્થા દ્વારા યોજાયેલ વેદિક ક્વિજ સ્પર્ધા માં ગાંધીનગર  ની નામાંકિત શાળાઓને પાછળ પાડી દઈ ફાયનલ  રાઉન્ડ સુધી પહોંચેલ શાહપુર શાળાના બાળકો 

            ગાંધીનગર ની સંસ્થા અક્ષયપાત્ર દ્વારા યોજાયેલ આ  સ્પર્ધા માં ફાયનલ રાઉન્ડ માં ફક્ત ચાર જ શાળાઓ હતી જેમાં ત્રણ શાળાઓ ગાંધીનગર ની નામાંકિત અંગ્રેજી માધ્યમ ની શાળાઓ હતી ( માઉન્ટ કાર્મેલ , એસ જી ઈન્ગ્લીશ સ્કુલ, કેન્દ્રીય વિદ્યાલય ) આમ છતાં ફાયનલ રાઉન્ડ સુધી ટકી રહેવા બદલ હું મારી શાળા ના વિદ્યાર્થીઓ 1. પ્રજાપતિ નિકુંજ દિનેશભાઈ અને 2. પ્રજાપતિ ધ્રુવ સંજયભાઈ ને લાખ લાખ અભિનંદન  આપું છુ. 


ગાંધીનગર ની અક્ષયપાત્ર સંસ્થા દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધા માં શાહપુર શાળાના બાળકો 




Saturday, October 12, 2013

નવરાત્રી ઉજવણી

નવરાત્રી નિમિત્તે શાળામાં ગરબા નું આયોજન 






Tuesday, October 8, 2013

જીલ્લા પંચાયત , ગાંધીનગર તરફથી
અનુ જાતી , અનું જનજાતિ અને બક્ષીપંચ જાતીની કન્યાઓને
નોટ બુક વિતરણ તાલુકા સદસ્ય શ્રી કાળાજી ઠાકોર
તા. 08-10-2013 



Saturday, October 5, 2013


આદર્શ વક્તવ્ય કુમારી રાધા , સુરત 


HOPPER HOPPER IN THE GRASS

PLEASE DONT HOP AND LET ME PASS

BUT IT HOPS HOPS AND HOPS 

HOPS AND HOPS AND NEVER STOPS.

જીલ્લા કક્ષા ના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં શાહપુર પ્રાથમિક શાળા ના બાળકો 

પાલુંન્દ્રા પ્રાથમિક શાળા , દહેગામ , તા. જી. ગાંધીનગર  


Sunday, August 4, 2013

એક સત્ય ઘટના

માનો યા ન માનો
 
એક સત્ય ઘટના

     અમે ૨૨મી જુન 2010ના દિવસે કૈલાસ માનસરોવરની યાત્રા કરી પાછા ફર્યા.ત્યાર બાદ ઑફિસની દરેક વ્યક્તિને અમે માનસરોવરનું જળ અને અષ્ટ્પદનું જળ આપ્યું. અષ્ટપદનાં જળ વિષે વાત કરુ તો……
      કહેવાય છે કે અષ્ટપદ એ એવી જગ્યા છે કે જ્યાં જૈન ધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ આઠ પગલા ભરી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિર્વાણ પામ્યા હતા. લોકવાયકા મુજબ કૈલાસ એ જ અષ્ટપદ કહેવાય છે. હાલમાં એ જગ્યાએ છ શિખરો મોજુદ છે. આ આઠ પગલા વિષે વિશેષ જાણકારી મેળવીયે તો ….
        જેમ આપણા વેદોમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે તેમ એ અરસામાં આપણા ઋષિ મુનિઓ પાસે પ્રવાસ કરવાના સાધનો હતા. એવી જ રીતે ઋષભદેવે આવી જ રીતે આઠ શિખરો પાર કરી કૈલાસ પહોંચેલા અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા હતા. અહીંથી કૈલાસના સૌથી નજીકથી દર્શન થાય છે. તેથી આ જગ્યા અષ્ટપદને નામે ઓળખાય છે.
    અહીં કૈલાસ પર ૩૬૫ દિવસ અભિષેક થતું જળ વહે છે જે ઉમા છુ નદી નામે ઓળખાય છે. આ જળને આપણે અષ્ટપદના જળ તરીકે ઓળખીયે છીયે. હવે મૂળ વાત પર આવીયે.
         ખેડબ્રહ્માના ભાઈશ્રી દિલિપભાઈ અમારી ઑફિસના ઍમ્પ્લોયર છે અને જૈનધર્મી છે.તેઓ તો આ જળ પામી ખૂબ ખુશ થયા. અચાનક તેમના ૬૧ વર્ષીય મોટાભાઈના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકગ્રસ્ત માતા સુમિત્રાબેનને લઈ તેઓ પોતાના ગામે પહોંચ્યા. પોતાના મોટા પુત્રના અચાનક મૃત્યુના આઘાતથી સુમિત્રાબેન અચાનક કોમામાં પહોંચી ગયા. દિલિપભાઈ પણ આ જોઈ આઘાત પામ્યા. આવા બેવડા આઘાતમાંથી કેમ બહાર આવવું અને માને કેમ બહાર લાવવા એની સૂઝ પડતી ન હતી. લોકોએ સલાહ આપી કે હવે તો સુમિત્રામાની પણ અંતિમ ઘડીયો આવી ગઈ છે તો તેમને ગંગાજળ પીવડાવો. લોકોની સલાહ મુજબ દિલિપભાઈએ માતાને ગંગાજળ પીવડાવવાનું ચાલુ કર્યું. પદર દિવસના વ્હાણા વહી ગયા પણ સુમિત્રાબેન હજી પણ કોમાગ્રસ્ત હતા.
       અચાનક દિલિપભાઈને મળેલા માનસરોવર અને અષ્ટપદનું જળ યાદ આવ્યું. સુધીરની આ યાત્રામાં દિલિપભાઈને ખુબ શ્રદ્ધા હતી. સુધીર પણ ખૂબ શ્રદ્ધાથી આ જળ જે માંગે છે તેને આપે છે. દિલિપભાઈએ ખૂબ શ્રદ્ધાપૂર્વક માનસરોવરનું જળ અને અષ્ટપદનું જળ કોમાગ્રસ્ત માતાને પીવડાવવાનું ચાલુ રાખ્યુ. ત્યાં તો અચાનક ચમત્કાર થવા લાગ્યો. સુમિત્રા માનું મુખ ખૂલવા માંડ્યુ અને ધીરે ધીરે એમને આ જળનો સ્વીકાર કરવા માંડ્યો. જેમ જેમ સુમિત્રાબેન જળનો સ્વીકાર કરતા ગયા તેમ તેમ તેઓ કોમામાંથી બહાર આવતા ગયા. દિલિપભાઈનો ખુશીનો પાર ન રહ્યો. ધીરે ધીરે લોકોમાં જાણ થવા લાગી. જેમ જેમ લોકોને જાણ થવા લાગી તેમ તેમ લોકો સુમિત્રાબેનની ખબર અંતર પૂછવા આવવા લાગ્યા અને ડૉક્ટર જેમણે હાથ ધોઈ કાઢ્યા હતા તેઓ સુદ્ધા નવાઈ પામી ગયા કે આ બધું અચાનક કેવી રીતે થયું ?
      હું પોતે પણ આ વાત માની નો’તી શકતી કે આ જળમાં અને આ યાત્રામાં આટલી તાકાત હશે. કદાચ આટલી યાત્રા બાદ અજાણતા સ્વમાં ફેરફાર થયા હોય. પ્રભુ કૃપા જ કહેવાય ને !
      આ એક જ પ્રસંગ નથી બીજા એવા કેટલા કિસ્સા બની ગયા છે જે સાભળવાથી ખરેખર શ્રદ્ધા જાગે તો નવાઈ નહી.
                                                             ૐ નમઃ શિવાય

Friday, July 12, 2013

ગરિમા - જૂન : 2013

ગરિમા - જૂન : 2013

અશ્રુ પછીના સ્મિત નું આ દ્રશ્ય તો જુઓ ,

વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે .






Sunday, June 23, 2013

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - 2013

આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર માં એડી . સેક્રેટરી નાણા  વિભાગ , શ્રી સંજીવકુમાર, IAS દ્વારા ઉજવાયો
શાળા પ્રવેશોત્સવ  અને કન્યા કેળવણી મહોત્સવ - 2013








Tuesday, May 7, 2013

વિદાય સમારંભ

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ 
વિદ્યાર્થીઓએ રૂપિયા 1500 ભેગા કરી  શાળાને સુંદર ભેટ આપી .


બાલ ઉર્જા રક્ષક દળ


બાલ ઉર્જા રક્ષક દળ 



Friday, April 26, 2013

ગરિમા -એપ્રિલ - 2013


બીઆરસી ગાંધીનગર નું મુખપત્ર , ગરિમા -એપ્રિલ   - 2013






Sunday, April 7, 2013

ગરિમા -માર્ચ - 2013


 બીઆરસી ગાંધીનગર નું મુખપત્ર , ગરિમા -માર્ચ  - 2013
















Saturday, March 9, 2013

ગરિમા - ફેબ્રુઆરી - 2013

બીઆરસી ગાંધીનગર નું મુખપત્ર , ગરિમા - ફેબ્રુઆરી - 2013