Sunday, September 10, 2017

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ

ગુજરાત સરકારના જ્ઞાનકુંજ  પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાહપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૭ અને ૮ ના બે વર્ગોને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા. શાળાને  સ્માર્ટ બોર્ડ, ઇન્ફારેડ કેમેરા, પ્રોજેક્ટર અને લેપટોપ આપવામાં આવ્યા. આ ઉપરાંત શાળાના બંને ધોરણ ના ૧૦૦ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા. આ સમર્ત ક્લાસ નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માન.મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રુપાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું.








Shahpur Swachhata Sapath

સ્વચ્છતા સપ્તાહ

સ્વચ્છતા સપથ  તા. ૦૧-૦૯-૨૦૧૭  



Shahpur Swachhata Reli

Thursday, August 17, 2017

રમતોત્સવ

સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ 

          તા. ૦૯/૦૮/૨૦૧૭ ને બુધવારે શાહપુર પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાના બળ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવ માં ક્લસ્ટર ની શાહપુર ઉપરાંત રતનપુર, લવારપુર, ગણપતપુરા, પીરોજપુર શાળાઓના બાળ રમતવીરોએ ભાગ લીધો. લાંબી કુદ, ૧૦૦ મી. દોડ, ગોળા ફેંક, યોગ, અને ખો - ખો જેવી રમતોમાં બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું. રમતોને અંતે વિજેતા બાળકોને આગળના સ્તર માટે પસંદ કરવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને શાળા તરફથી પ્રમાણપત્ર, પ્રોત્સાહન ઇનામ  અને દરેક શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. અંતમાં દરેક આમંત્રિતો માટે પાકા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ એ ભાગ લેનાર દરેક રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. 







રક્ષાબંધન

ઉત્સવ ઉજવણી, રક્ષાબંધન  

            તા. ૦૮/૦૮/૨૦૧૭ ને મંગળવાર ના રોજ શાહપુર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પોતાના સહપાઠી ને રાખડી બાંધી ભાઈચારાની ભાવના વિકસાવી. આ ઉપરાંત શાળાની કન્યાઓએ મેદાનમાં વાવેલા ફૂલ છોડ ને પણ રાખડી બાંધી તેના રક્ષણ અને જતન કરવા માટેના સપથ લીધા. 

                                      








Wednesday, July 19, 2017

ગુણોત્સવ - 7 પરિણામ

ગુણોત્સવ - 7 પરિણામ



ગાંધીનગર તાલુકાની તમામ શાળાઓનું વર્ગ વાઈસ પરિણામ ની એક્ષેલ ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો, RAR ફાઈલ હોવાથી અને ફાઈલ ની સાઈજ મોટી હોવાથી મોબાઈલમાં ખુલશે નહિ, કોમ્પ્યુટર માં ખુલી જશે. 

Tuesday, July 11, 2017

બાળ ફિલ્મોત્સવ ૨૦૧૭

બાળ ફિલ્મોત્સવ તા. ૧૦-૦૭-૨૦૧૭ 

              બાળ ફિલ્મોત્સવ સપ્તાહ નિમિતે શિક્ષણ વિભાગ તરફથી ગુજરાતના તમામ પ્રાથમિક શાળાના ધોરણ - ૬ થી ૮ ના બાળકોને મલ્ટી પ્લેક્ષ થીએટર માં ફિલ્મ બતાવામાં આવી. બાળકોને પ્રેરણા આપે તેવા અને તેમને જોવા ગમે તેવા ફિલ્મ તમામ બાળકોને બતાવામાં આવ્યા. ગામના મોટા ભાગના બાળકો એ તો થીએટર જ પ્રથમ વખત જોયું હતું. ખરેખર શિક્ષણ વિભાગ ના આ ઉમદા પ્રયાસ દ્વારા બાળકોને આ રીતે ફિલ્મ જોવાની તક મળી. આ અન્વયે મારી શાળાના બાળકોએ તા. ૧૦-૦૭-૨૦૧૭ ના રોજ ગાંધીનગર ના સેક્ટર - ૧૧ માં આવેલ સિનેમેક્ષ થીએટર માં  Ferrari Ki Sawari ફિલ્મ જોયી . થીએટર માં તમામ બાળકોને ગાંધીનગર ની અક્ષયપાત્ર સંસ્થા દ્વારા બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા. તમામ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક અને આનંદ થી ફિલ્મ નિહાળી. 





Wednesday, May 31, 2017

શાળા પ્રવેશ જાહેરાત

શાળા પ્રવેશ જાહેરાત

Friday, April 14, 2017

School Chale Hum Shahpur

Avo Avo mongera maheman

Ye Angan Ye Dware

Vande Matram

Mara vira viral

Manushy tu bada mahan hai

hu marvad ni rani

Tuesday, April 4, 2017

મહાદાન

મહાદાન, તા ૦૪-૦૪-૨૦૧૭ , મંગળવાર 

શાહપુર ગામના વતની અને અમેરિકા મુકામે સ્થાયી થયેલ સ્વ. ચંદ્રકાન્તભાઈ મંછારામ પટેલ ના સ્મરણાર્થે તેમના પુત્રી તરલીકાબેન પટેલ તરફથી શાહપુર પ્રાથમિક શાળાને ચૈત્ર સુદ આઠમ ના પવિત્ર દિને ...       તા.૦૪-૦૪-૨૦૧૭ ને મંગળવાર ના રોજ  EPSON  કંપની નું પ્રોજેક્ટર તથા 6 x4 ફૂટ સ્ક્રીન અને મલ્ટી મીડિયા સ્પીકર મળીને કુલ ૩૮૦૦૦/- રૂપિયાની કિમતનું દાન મળેલ છે. દાતા શ્રી ને શાળા પરિવાર તરફથી બાળકોને નિયમિત શિક્ષણ માં ઉપયોગી એવા આ મહાદાન માટે હૃદય પૂર્વક ના અભિનંદન ....



Friday, February 24, 2017

શૈ. પ્રવાસ - ૨૦૧૭

શાહપુર પ્રાથમિક શાળામાંથી તા. ૨૧-૦૨-૨૦૧૬ ના રોજ ધોરણ – ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શૈ. પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઈડરિયો ગઢ, વિજયનગર પોળો અને શામળાજી જેવા સ્થળો રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ વિજયનગર પોળો માં વિવિધ પ્રાચીન જૈન મંદિરો અને શિવ મંદિરો નિહાળ્યા. આ ઉપરાંત હરણાવ નદી પર બાંધેલ બંધ જોયો. અતિ રમણીય કુદરતી વાતાવરણ માં જંગલો અને પાણીના ઝરણા ને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યા.
















Thursday, February 2, 2017

વિધાનસભા પ્રવાસ

વિધાનસભા પ્રવાસ 
તા. ૦૧-૦૨-૨૦૧૭ ને બુધવાર ના રોજ ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલ અબ્બાસ તૈયબજી ના તૈલચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે શાહપુર પ્રાથમિક શાળાના ૭૪ વિદ્યાર્થીઓને વિધાનસભા ની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા.  શાળાના વિદ્યાર્થીઓ એ અબ્બાસ તૈયબજીના તૈલચિત્રને વંદન કરી સભાગૃહની મુલાકાત લીધી, વિધાનસભાની સ્થાનિક વ્યક્તિ દ્વારા વિધાનસભાની કાર્યવાહીની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સભાગૃહ ની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરની ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પ્રસંગો પ્રદર્શન દ્વારા નિહાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મધુર ડેરી, અડાલજ વાવ અને ત્રિ મંદિર ની પણ મુલાકાત કરાવવામાં આવી.