Thursday, January 26, 2017

26 JANUARY 2017

આજે ૬૮ માં પ્રજાસતાક દિન નિમિતે સરકારશ્રી ના મહત્વના કાર્યક્રમ "બેટી બચાવો, બેટી પઢાવો" માં ગામ માંથી ૨૫૦ થી ૩૦૦ ગ્રામજનો ૨ થી ૩ માસની દીકરી તેમજ તેની માતાઓ અને ગામ ની 5 તેજસ્વી દીકરીઓ હાજર રહી. "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમ અંતર્ગત આ દીકરીઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. ગામ માંથી દાતા ઓ તરફથી આ દીકરીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ૨ થી ૩ માસ દરમ્યાન જન્મેલ દીકરી અને તેની માતા નું બેટી બચાવો ના બેજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના નવ નિયુક્ત પ્રથમ મહિલા સરપંચ દ્વારા શાળાને ૨૧૦૦/- રૂપિયાનું દાન આપવામાં આવ્યું. પંચાયત સભ્યો અને અન્ય ગ્રામ જનો દ્વારા પણ ૩૫૦૦/- રૂપિયાનું દાન એકત્ર કરી શાળાને આપવામાં આવ્યું. અન્ય દાતા તરફથી તમામ પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ને પેન્સિલ નું દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, એક પાત્ર અભિનય, અભિનય ગીત,દેશ ભક્તિ ગીત, ગરબો જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.










Tuesday, January 17, 2017

ઉતરાયણ 2017

તા. ૧૭/૦૧/૨૦૧૭ ના રોજ શાહપુર પ્રાથમિક શાળામાં સાબરમતી નદીના પટ માં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ બાળકોએ મન ભરીને પતંગ ચગાવવાની મજા માણી. શાળાના શિક્ષકોએ પણ બાળકો ની સાથે પતંગ ચગાવ્યા. 







ગુણોત્સવ-7



           તા. ૧૬-૦૧-૨૦૧૭ ના રોજ ગુણોત્સવ - ૭ અન્વયે ગુજરાત વિધાનસભાના માન. ઉપાધ્યક્ષ શ્રી શંભુજી ઠાકોર તથા ડે. કલેકટર શ્રીમતી  કવિતા શેઠ દ્વારા શાળાનું બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું. બંને મહાનુભાવો દ્વારા ખુબજ સારો અભિપ્રાય મળ્યો. શાળાના NMMS ની પરીક્ષામાં રાજ્યના મેરીટ માં આવેલ ૨ બાળકો વાળંદ પ્રતિક અનિલભાઈ અને વાઘેલા કિસ્મત શૈલેષભાઈ ને મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. 







Tuesday, January 10, 2017

ગુણોત્સવ-7

ગુણોત્સવ-7 સ્વ મૂલ્યાંકન કરો. અને શાળાનો ગ્રેડ જાણો. એક્ષેલ ફાઈલ દ્વારા. 


તા. ૧૨-૦૧-૨૦૧૭ ના રોજ લેવાનાર પ્રિ ગુણોત્સવ પેપર માટે ક્લિક કરો. 

ધોરણ - ૬ થી ૮ ના પેપર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.
ધોરણ- ૬  CLIK HERE
ધોરણ - ૭  CLIK HERE
ધોરણ - ૮  CLIK HERE

Tuesday, January 3, 2017

ગુણોત્સવ-7

Gunotsav-7 Purva Taiyari Papers
ગુણોત્સવ ની પૂર્વ તૈયારી માટે તા. ૦૫-૦૧-૨૦૧૭ ના રોજ લેવાનાર પ્રિ ગુણોત્સવ માટે ના 50 ગુણ ના પેપર ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક  પર ક્લિક કરો.
ધોરણ - 6
ધોરણ - 7
ધોરણ - 8