Friday, January 12, 2018

ડિઝીટલ પુસ્તકાલય

શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. સર્વ શિક્ષા અભિયાન, ગુજરાતના MIS બ્રાંચ માંથી  શ્રી વિશાલભાઈ સોની દ્વારા શાળામાં ટેબ્લેટ ના અન્ય શૈક્ષણિક ઉપયોગ કરવા માટે શાળામાં ડિઝીટલ પુસ્તકાલય બનાવવા માટે  સુચન કરવામાં આવ્યું. જેના ભાગ રૂપે શાળામાં આ પુસ્તકાલયની રચના કરવામાં આવી. 

          શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. સર્વ શિક્ષા અભિયાન, ગુજરાત નાMIS બ્રાંચ માંથી  શ્રી વિશાલભાઈ સોની દ્વારા શાળામાં ટેબ્લેટ ના અન્ય શૈક્ષણિક ઉપયોગ કરવા માટે શાળામાં ડિઝીટલ પુસ્તકાલય બનાવવા માટે સુચન કરવામાં આવ્યું. જેના ભાગ રૂપે શાળામાં આ પુસ્તકાલયની રચના કરવામાં આવી.
         આ નવતર પ્રયોગ માં શાળામાં ઉપલબ્ધ ટેબ્લેટ માં વિવિધ પ્રકારના વાચન સાહિત્યને PDF સ્વરૂપે ટેબ્લેટ માં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઓફલાઈન ચલાવી શકાય તેવી વાર્તાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. પ્રયોગની શરૂઆતમાં ધોરણ - 5 ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે. જેથી આગામી વર્ષ થી સ્માર્ટ ક્લાસ માં તેઓ સરળતાથી ટેબ્લેટ નો ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીઓ ટેબ્લેટ માં ઉપલબ્ધ એપ્લીકેશન અને PDF ફાઈલ પોતાની જાતે ખોલે છે, અને સારી રીતે વાચન કરે છે. આ ઉપરાંત વાર્તા ની આ ફાઈલ અને એપ્લીકેશન એક બીજાના ટેબ્લેટ માં કઈ રીતે ટ્રાન્સફર કરવી તે પણ આ પ્રયોગ દ્વારા શીખે છે.
           આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓ ફ્રી સમયમાં પોતાની જાતે શાળામાં સંબંધિત શિક્ષક પાસેથી ટેબ્લેટ મેળવી વાર્તાનું વાચન કરે છે અને પ્રાર્થના સભામાં પોતે કઈ વાર્તા ટેબ્લેટ દ્વારા વાંચી તેનું વર્ણન કરે છે. 

અમલીકરણનું મૂલ્યાંકન :
          શાળામાં ઉપલબ્ધ ટેબ્લેટ માં વાર્તાની એપ્લીકેશન અને PDF  ઇન્સ્ટોલ કાર્ય બાદ વિદ્યાર્થીઓ પોતાની જાતે શાળામાં સંબંધિત શિક્ષક પાસેથી ટેબ્લેટ મેળવી વાર્તાનું વાચન કરે છે આ ઉપરાંત મૂલ્યાંકન કરતા જોવા મળ્યું કે વિદ્યાર્થીઓ વાર્તા ના લખાણને કઈ રીતે મોટું કરવું , નાનું કરવું, ઉપર નીચે કરવું, પાછા મૂળ સ્ક્રીન પર જવું, સ્વીચ ઓફ કરવું કે ઓન કરવું જેવી ટેબ્લેટ ઓપરેટીંગ ની વિવિધ બાબતો સારી રીતે અને રસ પૂર્વક શીખી રહ્યા છે. આ ઉપરાંત નિયમિત રીતે વાર્તા પણ વાંચી રહ્યા છે. 
        અન્ય પ્રવૃત્તિ માં વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે શાળામાં આપને ગમતા કોઈ પણ બે પિક્ચર કેમેરા દ્વારા લેવા અને અન્ય ટેબ્લેટ માં તેને કેવી રીતે ટ્રાન્સફર કરવા , જે પ્રવૃત્તિ  પણ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ રસપૂર્વક કરવામાં આવી.
આ સાથે આ ટેબ્લેટ માં સામાન્ય જ્ઞાનની અન્ય એપ્લીકેશન જેવી કે ગુજરાત ક્વિજ, ગુજરાત નો ઈતિહાસ, ભૂગોળ , વિવિધ જીલ્લાની માહિતી, કહેવતો, સુવિચારો, ભગવદ ગીતા અને રામાયણ કે મહાભારતની વાર્તાઓ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

પરિણામ :

મારા ભૂતકાળના અનુભવ ના આધારે જે ગીત કે કોઈ પણ પ્રકારની વાર્તા જયારે આપને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ થી જોઈએ છીએ ત્યારે તે લાંબા સમય સુધી યાદ રહે છે. આ અભિગમ મુજબ ટેબ્લેટ માં ઇન્સ્ટોલ કરેલ તમામ એપ્લીકેશન બાળકો ખોલે છે, અને તેને રસપૂર્વક વાંચે છે.
બાળકોએ વાંચેલ વાર્તા કે અન્ય જ્ઞાનવર્ધક વિગતો તેઓ પ્રાર્થના સભામાં પણ રજુ કરે છે. આ ઉપરાંત ટેબ્લેટ જેવા ઈલેક્ટ્રીક ઉપકરણ નો કઈ રીતે ઉપયોગ કરવો તે પણ તેઓ રસપૂર્વક શીખે છે.

વર્તમાન સ્થિતિ :
        હાલ માં શાળામાં ઉપલબ્ધ તમામ ટેબ્લેટ માં સામાન્ય જ્ઞાનની અન્ય એપ્લીકેશન જેવી કે ગુજરાત ક્વિજ, ગુજરાત નો ઈતિહાસ, ભૂગોળ , વિવિધ જીલ્લાની માહિતી, કહેવતો, સુવિચારો, ભગવદ ગીતા અને રામાયણ કે મહાભારતની વાર્તાઓ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

શાળાના વિદ્યાર્થીઓ આ તમામ એપ્લીકેશન નો ઉપયોગ કરે છે. ઉપલબ્ધ સાહિત્ય તેઓ રસપૂર્વક વાંચે છે.





Sunday, January 7, 2018

Yog, Meditation

શાહપુર પ્રાથમિક શાળામાં તા. ૦૪/૦૧/૧૭ અને ૦૫/૦૧/૧૭ એમ ૨ દિવસ ગાંધીનગર ની માઉન્ટ કાર્મેલ શાળાના નિવૃત શિક્ષિકા બેન શ્રી કુસુમબેન જોશી દ્વારા આર્ટ ઓફ લીવીંગ અંતર્ગત યોગ અને મેડીટેશન દ્વારા થતા ફાયદા સમજાવવામાં આવ્યા. આ ઉપરાંત સારું જીવન કેવી રીતે જીવી શકાય તેની માહિતી આપવામાં આવી. આ દરમ્યાન બાળકોને ભસ્ત્રિકા પ્રાણાયામ અને વિવિધ પ્રકારના નિયમિત કરી શકાય તેવા યોગ કરાવવામાં આવ્યા.