text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Tuesday, April 4, 2017

મહાદાન

મહાદાન, તા ૦૪-૦૪-૨૦૧૭ , મંગળવાર 

શાહપુર ગામના વતની અને અમેરિકા મુકામે સ્થાયી થયેલ સ્વ. ચંદ્રકાન્તભાઈ મંછારામ પટેલ ના સ્મરણાર્થે તેમના પુત્રી તરલીકાબેન પટેલ તરફથી શાહપુર પ્રાથમિક શાળાને ચૈત્ર સુદ આઠમ ના પવિત્ર દિને ...       તા.૦૪-૦૪-૨૦૧૭ ને મંગળવાર ના રોજ  EPSON  કંપની નું પ્રોજેક્ટર તથા 6 x4 ફૂટ સ્ક્રીન અને મલ્ટી મીડિયા સ્પીકર મળીને કુલ ૩૮૦૦૦/- રૂપિયાની કિમતનું દાન મળેલ છે. દાતા શ્રી ને શાળા પરિવાર તરફથી બાળકોને નિયમિત શિક્ષણ માં ઉપયોગી એવા આ મહાદાન માટે હૃદય પૂર્વક ના અભિનંદન ....



Friday, February 24, 2017

શૈ. પ્રવાસ - ૨૦૧૭

શાહપુર પ્રાથમિક શાળામાંથી તા. ૨૧-૦૨-૨૦૧૬ ના રોજ ધોરણ – ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શૈ. પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઈડરિયો ગઢ, વિજયનગર પોળો અને શામળાજી જેવા સ્થળો રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ વિજયનગર પોળો માં વિવિધ પ્રાચીન જૈન મંદિરો અને શિવ મંદિરો નિહાળ્યા. આ ઉપરાંત હરણાવ નદી પર બાંધેલ બંધ જોયો. અતિ રમણીય કુદરતી વાતાવરણ માં જંગલો અને પાણીના ઝરણા ને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યા.
















Thursday, February 2, 2017

વિધાનસભા પ્રવાસ

વિધાનસભા પ્રવાસ 
તા. ૦૧-૦૨-૨૦૧૭ ને બુધવાર ના રોજ ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલ અબ્બાસ તૈયબજી ના તૈલચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે શાહપુર પ્રાથમિક શાળાના ૭૪ વિદ્યાર્થીઓને વિધાનસભા ની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા.  શાળાના વિદ્યાર્થીઓ એ અબ્બાસ તૈયબજીના તૈલચિત્રને વંદન કરી સભાગૃહની મુલાકાત લીધી, વિધાનસભાની સ્થાનિક વ્યક્તિ દ્વારા વિધાનસભાની કાર્યવાહીની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સભાગૃહ ની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરની ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પ્રસંગો પ્રદર્શન દ્વારા નિહાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મધુર ડેરી, અડાલજ વાવ અને ત્રિ મંદિર ની પણ મુલાકાત કરાવવામાં આવી.












Thursday, January 26, 2017

26 JANUARY 2017

આજે ૬૮ માં પ્રજાસતાક દિન નિમિતે સરકારશ્રી ના મહત્વના કાર્યક્રમ "બેટી બચાવો, બેટી પઢાવો" માં ગામ માંથી ૨૫૦ થી ૩૦૦ ગ્રામજનો ૨ થી ૩ માસની દીકરી તેમજ તેની માતાઓ અને ગામ ની 5 તેજસ્વી દીકરીઓ હાજર રહી. "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમ અંતર્ગત આ દીકરીઓના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. ગામ માંથી દાતા ઓ તરફથી આ દીકરીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ૨ થી ૩ માસ દરમ્યાન જન્મેલ દીકરી અને તેની માતા નું બેટી બચાવો ના બેજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના નવ નિયુક્ત પ્રથમ મહિલા સરપંચ દ્વારા શાળાને ૨૧૦૦/- રૂપિયાનું દાન આપવામાં આવ્યું. પંચાયત સભ્યો અને અન્ય ગ્રામ જનો દ્વારા પણ ૩૫૦૦/- રૂપિયાનું દાન એકત્ર કરી શાળાને આપવામાં આવ્યું. અન્ય દાતા તરફથી તમામ પ્રાથમિક શાળા ને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ને પેન્સિલ નું દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, એક પાત્ર અભિનય, અભિનય ગીત,દેશ ભક્તિ ગીત, ગરબો જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા.