કહેવતો


કહેવતો

૧, બોલે તેના બોર વેચાય
૨. ન બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કાઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદું વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
૨૦. હિરો ઘોઘે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ
બારણાંમાં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યું તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજાને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવું અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગું લીલું બળે
૫૪. બાવાનાં બેઉ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનનું નામ લીધું શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથાલાલ
૬૪. લાલો લાભ વિના ન લોટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવું અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધું જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતું હતું ને વૈદે કીધું
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતોના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારું મારું આગવુ ને તારું મારું સહીયારું
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમે.

  1. :~> મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે - સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી. 
  2. :~> મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો ! - સાચી સાબિતીનો અભાવ. 
  3. :~> ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ આપવો નકામો. 
  4. :~> તેજીને ટકોરાને ગધેડાને ડફણાં - બુદ્ધિશાળી સંકેતથી સમજે ને મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે છે. 
  5. :~> કીડીને કણ ને હાથીને મણ - જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે મળી રહે છે. 
  6. :~> ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે - લાંબી લાંબી વાતો કરનારથી કંઇ થઇ શકતું નથી. 
  7. :~> કાગડો ઊડે તે જગ દેખે - ખરાબ કાર્યની પ્રસિદ્ધિ જલદી પ્રસરી જાય છે. 
  8. :~> કાગને બેસવું ને ડાળને ભાંગવું - કાર્ય નિયતિ મુજબ થવાનું હોય છતા બહાનારૂપ થવું.
  9. :~> કીધે કુંભાર ગધેડે ન ચડે - માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે. 
  10. :~> વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ન ભૂલે - માણસની વય બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે. 

  11. :~> નાનું પણ નાગનું બચ્ચું ~ ઉંમર કે કદ નાનું પણ શક્તિ વધું. :~> પટેલની ઘોડી પાદર સુધી ~ મર્યાદિત વિસ્તારમાં જ શક્તિમાન હોવું.
  12. :~> ગામનું કૂતરુ પણ વ્હાલું ~ પોતાના ગામની વસ્તુ પ્રત્યે સ્નેહભાવ. 
  13. :~> ઊંટના અઢારેય વાંકાં ~ બધાં જ અપલક્ષણો હોવાં.
  14. :~> દુઝણી ગાયની લાત પણ સારી ~ ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. 
  15. :~> ગરજે ગધેડાને બાપ કહેવો પડે ~ ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે.
  16. :~> લાકડી ભાંગે નહિ ને સાપ મરી જાય ~ નુકસાન વગર કામ થઇ જાય. :~> ઘરકી મુર્ગી દાલ કે બરાબર ~ ઘરની વ્યક્તિની કોઇ કદર કરતુ નથી.
  17. :~> સિંહનાં ટોળાં ન હોય ~ બહાદુર માણસ એકલો જ હોય છે. 
  18. :~> તમારે કૂકડે સવાર ~ તમે જેમ કહો તેમ.
  19. :~> છછુંદરનાં છયે સરખાં ~ એકેયમાં સારો ગુણ ન હોવો. 
  20. :~> પાડાને વાંકે પખાલીને ડામ ~ વાંક કોઇનો ને સજા બીજાને.
  21. :~> ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠલા ~ પ્રતિકૂળતાને નિરખવા માટે યુક્તિ કરવી. 
  22. :~> કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ~ શેઠ કરતાં વાણોતર માથું મારે.
  23. :~> કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે ~ લડાઇ કરનારા કદી સફળતા ન મેળવી શકે. :~> ગંજીનો કૂતરો ખાય નહિ કે ખાવા દે નહિ ~ અદેખો સ્વભાવ.
  24. :~> ગાયને દોહીને કૂતરાને પાવું ~ મહેનતથી મેળવેલું વેડફી નાખવું. :~> ઘો મારવાની થાય ત્યારે અવળા વાડે જાય ~ વિનાશ થવાનો હોય ત્યારે અવળી બુદ્ધિ સુઝે.
  25. :~> ઘરડી ઘોડી ને લાલ લગામ ~ ઘરડે ઘડપણ શોખ હોવા. 
  26. :~> ઘાણીનો બળદ ઠેર ના ઠેર ~ વૈતરુ કરનાર ઊંચે ન આવે.
  27. :~> ચકલી નાની ને ફેડકો મોટો ~ ગજા ઉપરાંતની વાત કરવી. 
  28. :~> ધરમની ગાયના દાંત ના જોવાય ~ મફત મેળવેલી વસ્તુઓનો દોષ ન જોવાય.
  29. :~> બકરું કાઢતા ઊંટ પેસે ~ નાનું વિધ્ન દૂર કરવા જતાં મોટું વિધ્ન આવી પડે. 
  30. :~> મારવો તો મીર ને હણવો તો હાથી ~ લાભ મેળવવો હોય તો પછી મોટો જ મેળવાય.
  31. :~> મેરી બિલ્લી મુજ કો મ્યાઉં ~ જેને આશરો આપ્યો હોય તે જ બેવફાઇ કરે. 
  32. :~> વાંદરો કૂદે ખીલાના જોરે ~ માણસ મોટે ભાગે બીજાની મદદથી જ જોર કરતો હોય છે.
  33. :~> ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ ~ જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું સ્મરણ થાય. 
  34. :~> ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો ~ બધા તમામ વસ્તુ ન ખાય એક વસ્તુ તો છોડે જ.
  35. :~> કાગડાનું શ્રાદ્ધ સોળે દહાડા ~ સ્વમાન વગર જીવનારને બધા દિલસો સરખા હોય છે. 
  36. :~> કૂકડીનું મોં ઢેફલેથી રાજી ~ નાના માણસોને થોડેથી સંતોષી શકાય.

  37.  અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.
  38. અક્કરમીનો પડિયો કાણો. (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)
  39. * અધુરો ઘડો છલકાય ઘણો.
  40. અપના હાથ જગન્નાથ.
  41. અંતે ધર્મો જયપાપો ક્ષય.
  42. અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.
  43. અન્ન એવો ઓડકાર.
  44. અતિની ગતિ નહીં.
  45. અક્કલ ઉધાર ન મળે.
  46. અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર.
  47. આપત્તિ તો કસોટી છે.
  48. આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.
  49. આપ ભલા તો જગ ભલા.
  50. આપશો તેવું પામશો.
  51. આપીને માગે તેની અક્કલ જાય આઘે.
  52. આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.
  53. આપે તે સુંવાળોને બીજે કાખનો મુંવાળો.
  54. આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.
  55. આપ સમાન બળ નહિને મેઘ સમાન જળ નહિ.
  56. આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.
  57. આપ સુખી તો જગ સુખી.
  58. આભાસથીય સરી જવાય છેપડછાયો બની ન આવોઝાકળ સમ જીવી લઇશુ,સવારની ક્ષણો લઇ આવો.
  59. આગ લાગે ત્યારે કુવો ન ખોદાય.
  60. આપ સમાન બળ નહિ.
  61. આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.
  62. આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.
  63. આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી
  64. ઈશ્વર જે કરે તે સારા કાજે.
  65. ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.
  66. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.
  67. ઉકરડાને વધતાં વાર શી?
  68. ઉજળું એટલું દુધ નહિ.
  69. ઉજળે લુગડે ડાઘ બેસે.
  70. ઉઠ પ્હાણા પગ પર.
  71. ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.
  72. ઉતર્યો અમલદાર કોડીનો.
  73. ઉજ્જડ ગામે એરંડો પ્રધાન.
  74. ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )
  75. ઇશ્વર જ સર્વ શ્રેષ્ઠ છે.
  76. સાચાને સાચવનાર ઇશ્વર.
  77. ઉકલ્યો કોયડો કોડીનો ઉતાવળે આંબા ન પાકે
  78. કુંડુ કથરોટને ન નડે.
  79. કપાળે કપાળે જુદી મતિ.
  80. કીડીને કણ ને હાથીને મણ.
  81. કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.
  82. કડવુ ઓસડ માતા જ પાય. ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )
  83. કાગા વહાલુ કુંભજળસ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુગદ્દા વહાલી લાતમુંડ મુંડાવે તીન ગુણમિટે સીરકી ખાજખાનેકું લડ્ડુ મિલેલોક કહે મહારાજ.
  84. કુતરાની પુછડી વાકી ને વાકી.
  85. કાગડો દહીંથરુ લઈ ગયો.
  86. કાચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને સગપણમાં સાટું.
  87. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી.
  88. કુતરુ કાઢતા બિલાડુ પેઠુબકરુ કાઢતા ઊંટ પેઠુ.
  89. કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
  90. કુવામાં હોય તો હવાડા માં આવે.
  91. કાળો અક્ષર ભેંસ બરાબર.
  92. કરવો હતો કંસાર અને થઇ ગઇ થુલી.
  93. ખાળે ડુચાને દરવાજા ઉઘાડા.
  94. ખેડ ખાતર ને પાણીધનને લાવે તાણી.
  95. ખાય ઇ ખમે.
  96. ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
  97. ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
  98. ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
  99. ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર ઊના પાણી.
  100. ઘોડે સ્વારી કરતો બાપ મરજોપણ દળણા દળતી મા ન મરજો.
  101. ઘેર ઘેર માટીના ચૂલા.
  102. ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય.
  103. ચોર ને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતો રહેજે.
  104. જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.
  105. જીભને હોઠથી છેટુ.
  106. જંગ જીત્યો રે મારો કાણીયોજબ બહુ ચલે તબ જાણીયો
  107. જંપનો પૈસો ન હોવો.
  108. જેવો દેશ તેવો વેશ.
  109. જેવો સંગ તેવો રંગ.
  110. જેની લાઠી એની ભેંસ.
  111. જેવું વાવો તેવુ લણો.
  112. જેવી દૃષ્ટી તેવી શૃષ્ટી.
  113. ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
  114. ઝાઝા હાથ રળીયામણા.
  115. ઝાઝા હાથ રળીયામણા અને ઝાઝા મોઢા અદીઠ


1 comment:

  1. કુન્ડૂ કથરોટને ન નડે એનો અર્થ શું છે?

    ReplyDelete