text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Thursday, September 8, 2022

શાળા ટ્વિનિંગ કાર્યક્રમ

 

શાળા ટ્વિનિંગ કાર્યક્રમ

 આજરોજ આદર્શ પ્રાથમિક શાળા શાહપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા ટ્વિનિંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લસ્ટરની બે શાળાઓ એક બીજાની મુલાકાત લઈ શાળાની પ્રવૃતિઓ નિહાળે છે.

       25 ઓગસ્ટના ઓર્જ ચિલોડા ક્લસ્ટર ની બે શાળાઓ શાહપુર પ્રાથમિક શાળા અને રતનપુર પ્રાથમિક શાળા વચ્ચે આ પ્રમાણે એકબીજાની પ્રવૃત્તિઓ જોવા જોવા માટે ટ્વિનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાહપુર શાળાના વિદ્યાર્થીઓ સવારે પ્રાર્થના સભા પહેલા જ રતનપુર શાળામાં પહોંચી ગયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ રતનપુર પ્રાથમિક શાળાની પ્રાર્થના સભામાં ભાગ લીધો તેની પ્રાર્થનામાં થતી અન્ય સહભ્યાસ પ્રવૃત્તિઓ પણ નિહાળી. પ્રાર્થના સભા બાદ શાળામાં કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ નિહાળી. શાળામાં લોક સહકારથી બનાવેલ પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબ ની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી. શાળાના વિદ્યાર્થીઑ પણ કોમ્પ્યુટર ઉપર ખૂબ સારી રીતે કામ કરતા હતા આ જોઈને અત્યંત ખુશી થઈ. સમગ્ર શાળાનું કુદરતી વાતાવરણ ખુબ જ સુંદર હતું શિક્ષકોમાં પણ ખુબ જ સહકાર અને એકતા જોવા મળી જે શાળાના વિકાસ માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખૂબ જ સારી રીતે સમગ્ર શાળાનું અવલોકન કરાવ્યું. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થી દ્વારા નિર્માણ પામેલ ઔષધ ભાગ અને ઇકો ક્લબની પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લીધી. તમામ મુલાકાતે આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નાસ્તો આપવામાં આવ્યો. અંતિમ બેઠકમાં એક સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. શાહપુર શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો.






 

      

Wednesday, August 3, 2022

ભારતમાતા પૂજન 03/08/2022

 આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર ખાતે ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગર તાલુકાના શાહપુર સ્થિત આદર્શ પ્રાથમિક શાળા ખાતે અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘગુજરાત ગાંધીનગર જિલ્લા આયોજિત જાહેર વ્યાખ્યાન કાર્યક્રમમાં ગુજરાતના માન. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા સહભાગી થઈ ભારત માતાની ભાવપૂર્વક આરતી ઉતારી વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી અવગત કરી "હર ઘર તિરંગા" અભિયાનમાં સ્વૈચ્છિક ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું. આ ઉપરાંત માનનીય મંત્રી શ્રી એ લોકોને 15 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયાના એકાઉન્ટના ડી.પી.માં રાષ્ટ્રધ્વજનો ફોટો રાખવા અપીલ કરી હતી. અને 13 થી 15 ઓગસ્ટ સુધી "હાર ઘર તિરંગા" કાર્યક્રમને સફળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું. 







Thursday, July 7, 2022

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨

શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨ 
શાહપુર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. 
તા. 25/07/2022 ના રોજ શાહપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી શ્રી અવંતિકા સિંઘ મેડમ હાજર રહ્યા. તેમની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરજ બારોટ સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી ડો. હિતેશ દવે સાહેબ ખાસ હાજર રહ્યા. ગામમાં દાતાશ્રીઓ તરફથી રોકડ અને વસ્તુ મળીને એક લાખથી વધુની કિંમતનું દાન એકત્ર થયું. ગામના અગ્રણી શ્રી હસમુખભાઈ પટેલ તરફથી શાળાના તમામ બાળકોને મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવ્યું. માનનીય મહેમાન શ્રી અવંતિકાસિંઘ મેડમ દ્વારા શાળાના ધોરણ ૧ ના બાળકોને, આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો. માનનીય મેડમ શ્રી દ્વારા ગામના તમામ દાતાઓને અને તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી.
https://youtu.be/4JQWwSxm2ks 











Tuesday, January 11, 2022

જીવન કૌશલ્ય આધારિત બાળમેળો

 

શાહપુર પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો.

 

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળમેળામાં જી.સી.ઇ.આર.ટી, ગાંધીનગર ના હિસાબી અધિકારી કુમારી નિલધારા મેહ મેડમ તથા અન્ય અધિકારીગણ દ્વારા મુલાકાત લેવામાં આવી. માનનીય મેડમ દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. બાળકો દ્વારા પોતાના રોજબરોજના જીવનમાં ઉપયોગી એવી જીવન કૌશલ્યની પ્રવૃતિઓ  તૈયાર કરવામાં આવી હતી.











ગુરુ ચાણક્ય એવોર્ડ

શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ નુ હરદ્રાર ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ થી સન્માન.
અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહ-ત્રિલોક જ્ઞાનોત્સવ – 2022 યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, રુડકી - હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાયો.જેમાં ગાંધીનગર જિલ્લાની શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ એ શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસ ને ધ્યાને લઇ "ગુરુ ચાણક્ય એવોર્ડ"માટે પસંદગી થઇ હતી.
આ કાર્યક્રમમાં ડો.મહેશ શર્મા કુલપતિ મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહાર- બિહાર, શ્રીમતી પુષ્પા રાની પૂર્વ નિર્દેશક એસ.સી.ઈ.આર.ટી.- દહેરાદૂન, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી મુખ્ય અધ્યક્ષ જીવનદીપ આશ્રમ -રુડકી, સતીષ શર્મા સિનેમા અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર દહેરાદૂન, ગૌરવ ગોયલ મેયર શ્રી નગરપાલિકા -રુડકી, ડો.એસ.પી. ગુપ્તા કુલપતિશ્રી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કોલેજ રૂડકી -હરિદ્વાર, શ્રી ગોપાલ અગ્રવાલ સદસ્ય બાળ કલ્યાણ સમિતિ – હરિદ્વાર, શ્રી કુંદનસિંહ ના. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શ્રી કાન્ત પુરોહિત-રુડકી શ્રી સતીશ કુમાર શર્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -બડૌત, ઉત્તર પ્રદેશ તથા સંયોજકશ્રી સંજય વત્સ અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ અને સમાજીક પ્રવૃતિઓ કરવા બદલ સન્માન ના સાચા હકદાર એવા મારાં નાના ભૂલકાઓ તેમજ શાળા પરિવાર અને કર્મભૂમિ શાહપુરને અર્પણ કરતાં અનહદ આનંદ અનુભવું છું.




અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડ

 શાહપુર પ્રા. શાળાના આચાર્ય અશ્વિનભાઇ નું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સમ્માન.

ગોરક્ષ શક્તિધામ સેવાર્થ ફાઉન્ડેશન, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ દ્વારા શિક્ષણ કલા અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોનો સમ્માન સમારંભ તાજેતરમાં ભારતમાતા મંદિર ઉજ્જૈન ખાતે યોજાયો. 25 ડિસેમ્બર ના રોજ ભારત રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈ તથા પંડિત મદન મોહન માલવિયા ના જન્મ દિવસ નિમિતે યોજાયેલ આ *અખિલ ભારતીય સારસ્વત સમ્માન સમારંભ* માં દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલ શિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર જિલ્લાના શાહપુર શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિની પસંદગી થતાં તેમનું મહાકાલેશ્વર મંદિરમાં સાનિધ્યમાં ભારતમાતા મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં શાલ, ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.






Thursday, November 26, 2020

નિષ્ઠા તાલીમ અહેવાલ ૧૬ થી ૧૮

 નિષ્ઠા તાલીમ અહેવાલ NISTHA TALIM AHEVAL 

મોડ્યુલ ૧         સ્વાધ્યાયકાર્ય ૧

મોડ્યુલ ૨        સ્વાધ્યાયકાર્ય ૨

મોડ્યુલ ૩       સ્વાધ્યાયકાર્ય ૩

મોડ્યુલ ૪       સ્વાધ્યાયકાર્ય ૪

મોડ્યુલ ૫       સ્વાધ્યાયકાર્ય ૫

મોડ્યુલ ૬       સ્વાધ્યાયકાર્ય ૬

મોડ્યુલ ૭             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૭

મોડ્યુલ ૮             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૮

મોડ્યુલ ૯              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૯

મોડ્યુલ ૧૦            અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૦

મોડ્યુલ ૧૧            અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૧

મોડ્યુલ ૧૨             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૨

મોડ્યુલ ૧૩             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૩

મોડ્યુલ ૧૪              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૪

મોડ્યુલ ૧૫              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૫

મોડ્યુલ ૧૬              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૬

મોડ્યુલ ૧૭              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૭

મોડ્યુલ ૧૮              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૮