text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, October 8, 2012

અવનવું

અવનવું

• અમેરિકામાં થયેલા સંશોધન દ્વારા સાબિત થયેલું છે કે ચાઈનીઝ પદાર્થોમાં અન્ય કોઈપણ પદાર્થો કરતાં સોડિયમનું પ્રમાણ 40% વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ અન્ય કોઈપણ ખોરાક કરતા ઓછું હોય છે એટલે વ્યક્તિને જેટલી કેલેરીની જરૂરત હોય છે તેના કરતાં અડધી મેળવી શકે છે. આમ ચાઈનીઝ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
• ધૂમ્રપાનથી હાર્ટએટેક આવી શકે છે. લોકો માને છે કે ધૂમ્રપાન કરવાથી ચિંતા ઘટે છે પરંતુ હૃદય પર તેનો ભાર વધતો જાય છે. જો તે પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે ગંભીર બિમારીનો શિકાર બની શકે છે તેમજ કૅંસર થવાની શક્યતા વધે છે.
• ઠંડી છાશ પચવામાં હલકી અને પિત્તનાશક તથા કફ વધારનારી હોય છે પણ તેમાં મીઠું ભેળવી પીવાથી પાચક બને છે. સ્વાસ્થ્ય અને પાચનશક્તિ વધારવા માટે દહીં કરતા છશ વધારે ગુણકારી છે. ઉનાળામાં ગરમી બચવા,ઉદર રોગ, કુષ્ઠ રોગ, બળતરા તથા ક્ષય રોગમાં લાભદાયક છે. 

Sunday, October 7, 2012

મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ


મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ . તા . 10-09-2012 થી 29-09-2012

Saturday, October 6, 2012



પક્ષીના અનુકૂલન 

જુઓ જાણાવું એક જ વાત 
મારે કુલ અનુકૂલન છે પાંચ

હાથ તમારા પાંખો મારી 
સાથે પૂંછડીનો છે સાથ 

રંગબેરંગી પૂંછડીના પીંછા 
જાળવે શરીરનો સમતલ આધાર 

હાડકાં મારા હલકા હલકા 
કારણ તેમાં છીદ્રોનો સાથ 

સાથે છે એક વિશિષ્ટ કરામત 
વાતાશય છે તેનું નામ 

ઊડતાં પહેલા હવા ભરાય 
ને લાગે જાણે ઉડે વિમાન 


- મોનાબેન પટેલ 
પીરોજ્પુર પ્રાથમિક શાળા 
સીઆરસી - લવારપુર, તા . જિ  . ગાંધીનગર 


Tuesday, September 18, 2012

ગુજરાત વિષે જાણવા જેવું




ગુજરાત વિષે જાણવા જેવું
ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]


Friday, September 7, 2012

ગણિત  - વિજ્ઞાન  મંડળ, સાયન્સ કેલેન્ડર 


તૈયાર કરનાર :

હર્ષદ પટેલ , મુખ્ય શિક્ષક, ચિલોડા પગાર કેન્દ્ર શાળા, ગાંધીનગર 

અશ્વિન પ્રજાપતિ, મુખ્ય શિક્ષક, શાહપુર પ્રાથમિક  શાળા, ગાંધીનગર 

Tuesday, September 4, 2012



ARTICLE
મહાન વ્‍યકિતઓની સરળતા

રેડીઓ ઉપર સાંભળેલી વાત........... કદાચ તમને ગમશે.. આ વાતે મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનની.....
વર્ષ ૧૯૪૦ની સાલમાં એક યુનિવર્સીટીએ તેમને તેમની મહાન થીયરી ઓફ રીલેટીવીટી વિશે વ્યાખ્યાન આપાવબોલાવ્યા હતા. વ્યવસ્થાપકે તેમને પૂછ્યું. સર.. આપની શી જરૂરીયાત છે.. જવાબમાં આઇન્ટાઇને જવાબ આપ્યો. મને એક બ્લેક બોર્ડ ચોક ડસ્ટર અને થોડા કોરા કાગળ આપજો.. વ્યવસ્થાપક મૂઝવણમાં મૂકાયા. કે બસ આટલીજ જરૂરીયાત.. તેમણે ફરીથી પૂછ્યૂ.. આ વખતે થોડી ગંભીરતાથી આઇન્ટાઇન બોલ્યા.... કે ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરજો અને હા....... એક કચરાટોપલી. કચરાટોપલી સાંભળી બધા આશ્ચર્યમાં મૂકાયા. એટલે આઇન્ટાઇન બોલ્યા. કોઇ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો જવાબ શોધવામાં અથવાતો કોઇ દાખલો ખોટો પડેતો તેમાં બગડેલા કાગળો ફેકવા માટે. 
મહાન વ્યકિતઓની આજ ખૂબી હોય છે. તે કોઇ પણ તબક્કે તથા કોઇની પણ સાથેની હાર અથવા નિશ્ફળતા સ્વિકારતા હંમેશા તૈયાર હોય છે. એમની આ સરળતાજ તેમને અન્ય કરતા વિશેશ અને મહાન હોય છે.winners dont do different things, but they do things differently - Shiv khera
આપણે ભૂલે ચૂકે આવી કોઇ સિદ્ધિ પ્રાપ્ત કરી લઇએ તો કેટલા અધ્ધર થઇ જઇએ તેની આપણને પણ ખબર હોતી નથી.......