text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Thursday, October 18, 2012

આત્મસુખ

આત્મસુખ
         એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.
       એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’
           આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.
          આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.
                                                                                                                     — સંકલિત

શું આપ જાણો છો?

શું આપ જાણો છો?
  •  બ્રાઝિલ એવો દેશ છે જેણે સૌથી વધુ વખત ફૂટબોલ વર્લ્ડકપ જીત્યો છે.
  •  મહાભારતનાં સહદેવે શકુનીનો વધ કર્યો હતો.
  •  THE YELLOW RIVER [પીળી નદી] ચીનમાં થઈ વહે છે.
  •  ઝિમ્બાબ્વેનું ચલણી નાણું ડૉલર છે.
  •  ટોલરમલ અકબરના નાણામંત્રી હતા.
  •  નોર્સમેને ગ્રીન લેન્ડ ટાપુની શોધ કરી હતી.
  •  વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ભાષાના મહાન કવિ અને ભારતના નાટ્યકાર હતા.
  •  હેલીના ટાપુમાં નેપોલિયનને કેદ રાખવામાં આવ્યો હતો.
  • સાતનો કમાલ
  • સૂર્યદેવના રથના અશ્વો સાત છે.
  • મેઘધનુષના સાત રંગ છે.
  • સપ્તગણ ઋષિમાં સાત ઋષિ છે.
  • દુનિયામાં સાત ચિરંજીવીઓ છે.
  • અઠવાડિયાના દિવસો સાત છે.
  • દુનિયાના ખંડ સાત અને મહાસાગર સાત છે.


-સંકલિત

Monday, October 8, 2012

અવનવું

અવનવું

• અમેરિકામાં થયેલા સંશોધન દ્વારા સાબિત થયેલું છે કે ચાઈનીઝ પદાર્થોમાં અન્ય કોઈપણ પદાર્થો કરતાં સોડિયમનું પ્રમાણ 40% વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ અન્ય કોઈપણ ખોરાક કરતા ઓછું હોય છે એટલે વ્યક્તિને જેટલી કેલેરીની જરૂરત હોય છે તેના કરતાં અડધી મેળવી શકે છે. આમ ચાઈનીઝ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
• ધૂમ્રપાનથી હાર્ટએટેક આવી શકે છે. લોકો માને છે કે ધૂમ્રપાન કરવાથી ચિંતા ઘટે છે પરંતુ હૃદય પર તેનો ભાર વધતો જાય છે. જો તે પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે ગંભીર બિમારીનો શિકાર બની શકે છે તેમજ કૅંસર થવાની શક્યતા વધે છે.
• ઠંડી છાશ પચવામાં હલકી અને પિત્તનાશક તથા કફ વધારનારી હોય છે પણ તેમાં મીઠું ભેળવી પીવાથી પાચક બને છે. સ્વાસ્થ્ય અને પાચનશક્તિ વધારવા માટે દહીં કરતા છશ વધારે ગુણકારી છે. ઉનાળામાં ગરમી બચવા,ઉદર રોગ, કુષ્ઠ રોગ, બળતરા તથા ક્ષય રોગમાં લાભદાયક છે. 

Sunday, October 7, 2012

મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ


મુખ્ય શિક્ષક વ્યાવસાયિક સજ્જતા તાલીમ . તા . 10-09-2012 થી 29-09-2012

Saturday, October 6, 2012



પક્ષીના અનુકૂલન 

જુઓ જાણાવું એક જ વાત 
મારે કુલ અનુકૂલન છે પાંચ

હાથ તમારા પાંખો મારી 
સાથે પૂંછડીનો છે સાથ 

રંગબેરંગી પૂંછડીના પીંછા 
જાળવે શરીરનો સમતલ આધાર 

હાડકાં મારા હલકા હલકા 
કારણ તેમાં છીદ્રોનો સાથ 

સાથે છે એક વિશિષ્ટ કરામત 
વાતાશય છે તેનું નામ 

ઊડતાં પહેલા હવા ભરાય 
ને લાગે જાણે ઉડે વિમાન 


- મોનાબેન પટેલ 
પીરોજ્પુર પ્રાથમિક શાળા 
સીઆરસી - લવારપુર, તા . જિ  . ગાંધીનગર 


Tuesday, September 18, 2012

ગુજરાત વિષે જાણવા જેવું




ગુજરાત વિષે જાણવા જેવું
ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]


Friday, September 7, 2012

ગણિત  - વિજ્ઞાન  મંડળ, સાયન્સ કેલેન્ડર 


તૈયાર કરનાર :

હર્ષદ પટેલ , મુખ્ય શિક્ષક, ચિલોડા પગાર કેન્દ્ર શાળા, ગાંધીનગર 

અશ્વિન પ્રજાપતિ, મુખ્ય શિક્ષક, શાહપુર પ્રાથમિક  શાળા, ગાંધીનગર