text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, September 10, 2017

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ

ગુજરાત સરકારના જ્ઞાનકુંજ  પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાહપુર પ્રાથમિક શાળામાં ધોરણ-૭ અને ૮ ના બે વર્ગોને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા. શાળાને  સ્માર્ટ બોર્ડ, ઇન્ફારેડ કેમેરા, પ્રોજેક્ટર અને લેપટોપ આપવામાં આવ્યા. આ ઉપરાંત શાળાના બંને ધોરણ ના ૧૦૦ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા. આ સમર્ત ક્લાસ નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માન.મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રુપાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું.








Shahpur Swachhata Sapath

સ્વચ્છતા સપ્તાહ

સ્વચ્છતા સપથ  તા. ૦૧-૦૯-૨૦૧૭  



Shahpur Swachhata Reli

Thursday, August 17, 2017

રમતોત્સવ

સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ 

          તા. ૦૯/૦૮/૨૦૧૭ ને બુધવારે શાહપુર પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાના બળ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવ માં ક્લસ્ટર ની શાહપુર ઉપરાંત રતનપુર, લવારપુર, ગણપતપુરા, પીરોજપુર શાળાઓના બાળ રમતવીરોએ ભાગ લીધો. લાંબી કુદ, ૧૦૦ મી. દોડ, ગોળા ફેંક, યોગ, અને ખો - ખો જેવી રમતોમાં બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું. રમતોને અંતે વિજેતા બાળકોને આગળના સ્તર માટે પસંદ કરવામાં આવ્યા. ભાગ લેનાર દરેક બાળકને શાળા તરફથી પ્રમાણપત્ર, પ્રોત્સાહન ઇનામ  અને દરેક શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. અંતમાં દરેક આમંત્રિતો માટે પાકા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ એ ભાગ લેનાર દરેક રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. 







રક્ષાબંધન

ઉત્સવ ઉજવણી, રક્ષાબંધન  

            તા. ૦૮/૦૮/૨૦૧૭ ને મંગળવાર ના રોજ શાહપુર પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પોતાના સહપાઠી ને રાખડી બાંધી ભાઈચારાની ભાવના વિકસાવી. આ ઉપરાંત શાળાની કન્યાઓએ મેદાનમાં વાવેલા ફૂલ છોડ ને પણ રાખડી બાંધી તેના રક્ષણ અને જતન કરવા માટેના સપથ લીધા. 

                                      








Wednesday, July 19, 2017

ગુણોત્સવ - 7 પરિણામ

ગુણોત્સવ - 7 પરિણામ



ગાંધીનગર તાલુકાની તમામ શાળાઓનું વર્ગ વાઈસ પરિણામ ની એક્ષેલ ફાઈલ ડાઉનલોડ કરવા ક્લિક કરો, RAR ફાઈલ હોવાથી અને ફાઈલ ની સાઈજ મોટી હોવાથી મોબાઈલમાં ખુલશે નહિ, કોમ્પ્યુટર માં ખુલી જશે.