text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, March 26, 2018

પ્રવેશ જાહેરાત

આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર પ્રવેશ જાહેરાત 


Wednesday, March 21, 2018

સ્માર્ટ ક્લાસ લોક સહકાર

સ્માર્ટ ક્લાસ ધોરણ-૬ 


सफ़र में धुप तो होंगी, तुम चल शको तो चलो.
सभी लोग भीड़ में होंगे, तुम निकल शको तो चलो,
रस्ते नहीं बदलते किसीके लिए, 
तुम अपने आपको बदल शको तो चलो.

       શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. શાળામાં શરુ કરેલ આ પ્રોજેક્ટ બાદ શાળાના ધોરણ-૬ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સુક હતા કે તેઓ પણ આજ પ્રકારના સ્માર્ટ ક્લાસ માં ભણવા માંગે છે, શરૂઆતમાં બે કે ત્રણ તાસનું શિક્ષણ ધોરણ - ૬ ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. પરંતુ ત્યાર બાદ ગામ લોકો સાથે અને SMC  સાથે વિચાર વિમર્શ કરી લોક સહકાર દ્વારા ત્રીજા સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાનું સ્વપ્ન જોયું. બસ ત્યાર બાદ ગામના લોકો સાથે આ બાબતે ચર્ચા બાદ શાહપુર ગામના વતની અને નરોડા અમદાવાદ ખાતે રહેતા અને સેવાભાવી અને ધાર્મિક વૃતિ ધરાવતા શ્રી નટુભાઈ ભગવાનભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર શ્રી કેતનભાઈ ના શુભ હસ્તે રૂ. ૧,૧૮,૦૦૦/- જેટલી રકમ શાળામાં સ્થળ પર જ હાથો હાથ આપી તાત્કલિક આ સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાની વાત કરી.  માત્ર ચાર જ દિવસ માં તેમના આ પ્રયત્નોથી અમારી શાહપુર પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણ -૬ ના સ્માર્ટ ક્લાસનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, અને આજે આ ધોરણ - ૬ ના વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષા મુજબ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે, સમગ્ર શાળા પરિવાર અને SMC  તેમના આ ઉમદા કાર્ય બદલ હૃદય પૂર્વક આભાર માને છે. 


શાળા સ્વચ્છતા એવોર્ડ

શાળા સ્વચ્છતા એવોર્ડ

આજે તા. ૨૧/૦૩/૨૦૧૮ ના રોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાને "શાળા સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. શાળાને મળેલ આ એવોર્ડ મારી શાળાના શિક્ષક મિત્રોને અને વિદ્યાર્થીઓને કે જેઓ આ એવોર્ડના ખરા હકદાર છે, તેમને સમર્પિત...








Sunday, March 4, 2018

State Innovation Festival 2018

State Innovation Festival 2018

રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૮ નું આયોજન તાજેતરમાં તા. ૨૭/૦૨/૨૦૧૮ થી ૦૧/૦૩/૨૦૧૮ ના રોજ સાંદીપની વિદ્યાનિકેતન , પોરબંદર મુકામે કરવામાં આવ્યું. શ્રી પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના સાનિધ્યમાં શાહપુર પ્રાથમિક શાળા દ્વારા  "ડિઝીટલ પુસ્તકાલય" ઇનોવેશન રજુ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી , GCERT ના ડાયરેક્ટર શ્રી ટી. એસ. જોશી સાહેબ ,  શ્રી દીપકભાઈ તેરૈયા , શ્રી નલીન પંડિત સાહેબ, શ્રી પાર્થેશભાઈ પંડ્યા તેમજ અન્ય મહાનુભાવો એ આ સ્ટોલ ની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું .






Friday, February 23, 2018

INSPIRE Science Fair 2018

ઈન્સ્પાયર અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન 

                 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે ઈન્સ્પાયર એવોર્ડ અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન તા. ૨૩-૦૨-૨૦૧૮ ના રોજ કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થી તીર્થ મહેશભાઈ પટેલ તથા જૈમીનસિંહ ભરતસિંહ સોલંકી દ્વારા અકસ્માત નિવારણ માટેનું મોડેલ બનાવવામાં આવ્યું. તેમજ અન્ય વિદ્યાર્થી જૈમીન મનીષભાઈ શર્મા દ્વારા ઓટોમેટીક ટોલ બુથ મોડેલ બનાવામાં આવ્યું. 


Wednesday, February 7, 2018

ઇનોવેશન ફેર - ૨૦૧૮

ઇનોવેશન ફેર , 1-2 ફેબ્રુઆરી ૨૦૧૮
GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર આયોજિત ઇનોવેશન ફેર - ૨૦૧૮ માં શાહપુર શાળા દ્વારા ડીઝીટલ પુસ્તકાલય ઇનોવેશન રજુ કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર સમાચારના તંત્રીશ્રી કૃષ્ણકાંત જહાં સાહેબ, GCERT ના નિયામક શ્રી ડો.ટી.એસ.જોશી સાહેબ ,  DIET પ્રાચાર્ય શ્રી પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો એ મુલાકાત લીધી.






ઉતરાયણ નિમિતે નકામા દોરાનો નાશ

ઉતરાયણ નિમિતે નકામા દોરાનો નાશ , 22-01-2018

ઉતરાયણના તહેવાર બાદ ગામમાં ઠેર ઠેર વધેલા અને નકામાં દોરા ફેલાયેલા હોય છે , જે ચણ ચણતા પક્ષીઓના પગમાં ભરાઈ જાય છે , જેના ભાગ રૂપે શાળાના વિદ્યાર્થીઓને આ દોરા ભેગા કરવાનું કહેવામાં આવ્યું. અને જે વિદ્યાર્થી સૌથી વધુ દોર લાવે તેને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.