Pages
- Home
- અન્ય ગુજરાતી બ્લોગ
- પાવર પોઇન્ટ
- બાળગીતો, કાવ્ય ધોરણ 1 થી 8
- ગણિત-વિજ્ઞાનમંડળ
- અગત્યના બ્લોગ અને પરિપત્રો
- ગુજરાત ક્વિઝ
- સુવાક્યો
- જાણવા જેવું
- કહેવતો
- વિશેષદિન
- સંપર્ક
- વિવિધ વિષયોનું માસવાર આયોજન
- એકસલ ફાઇલ
- પ્રાર્થના
- પ્રવૃત્તિઓ
- બાળવાર્તા MP3
- દેશભક્તિ ગીત
- પ્રકૃતિ ગીત
- કન્યા કેળવણી ગીત
- સ્વાગત ગીત
- આજનો દિન વિશેષ
text
Monday, January 7, 2019
Friday, December 28, 2018
Innovation 2018
ડિઝીટલ ઓનલાઈન એક્ષામ – ICT
જી.સી.ઈ.આર.ટી
અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ચોથા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ નું
આયોજન તા. ૨૦-૨૧ ડીસેમ્બરના રોજ કરવામાં આવેલ હતું. આ ફેસ્ટીવલ માં જિલ્લના
શિક્ષકોએ શાળામાં બાળકો માટે કરેલ નવતર પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં
શાહપુર પ્રાથમિક શાળાના મ્ય્ખ્ય શિક્ષક શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા ડિઝીટલ
ઓનલાઈન એક્ષામ નો નવતર પ્રયોગ રજુ કરવામાં આવ્યો હતો.
માય
સ્કુલ સર્વર અને લર્નિગ ઈ ક્વોલીટીના કોલીબ્રી માધ્યમથી શરુ કરેલ આ એક્ષામમાં આચાર્ય નિયત
સમયે ટેસ્ટ ને શરુ અને બંધ કરી શકે છે, એક્ષામનો સમય પૂરો થયા બાદ કોઈ
વિદ્યાર્થી પ્રશ્ન નો જવાબ આપી શકતા નથી. આચાર્ય એક્ષામ બનાવ્યા બાદ કોઈ પણ સમયે
કયા વિદ્યાર્થીએ કેટલી એક્ષામ પૂર્ણ કરી, કેટલી બાકી, કોણે એક્ષામ
શરુ કરેલ નથી જેવી તમામ વિગતો પોતાના ફોનમાં કે ટેબ્લેટમાં જોઈ શકે છે. આ સંપૂર્ણ એક્ષામની
સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટેસ્ટ ઈન્ટરનેટના માધ્યમ વગર કરી શકાય છે જેથી
નેટવર્કના કોઈ પ્રશ્ન ઉદભવતા નથી. તેમજ વિદ્યાર્થીઓ એક્ષામ સિવાય અન્ય કઈ પણ
ટેબ્લેટમાં જોઈ શકતા નથી. તમામ પ્રક્રિયા શાળાના "માય સ્કુલ સર્વર" ના
ફ્રી વાય-ફાય ની મદદથી થાય છે.
આ ઇનોવેશન ફેસ્ટીવલ માં ગુજરાતના શિક્ષણ
સચિવ શ્રી ડો. વિનોદ રાવ સાહેબ, એન.સી.ઈ.આર.ટી. ના નિયામક સાહેબ, જી.સી.ઈ.આર.ટી.ના
નિયામક ડો. જોશી સાહેબ, તેમજ ગાંધીનગર જીલ્લાના ચારેય તાલુકા માંથી આવેલ પ્રાથમિક
શિક્ષકોએ શાળા દ્વારા ચાલતી આ ડિઝીટલ
ઓનલાઈન એક્ષામ ના નવતર પ્રયોગને નિહાળ્યું હતું. અને પ્રોત્સાહન પૂરું પડ્યું
હતું.
Wednesday, December 5, 2018
Tuesday, November 20, 2018
ડિઝીટલ ઓનલાઈન ટેસ્ટ
KOLIBRI
શાળામાં આ સત્રથી ડિઝીટલ ઓનલાઈન ટેસ્ટની
શરૂઆત કરી રહ્યો છું. માય સ્કુલ સર્વર અને લર્નિગ ઈ ક્વોલીટીના કોલીબ્રી માધ્યમથી શરુ કરેલ આ ટેસ્ટમાં બહુ વિકલ્પ પ્રશ્નો, ખરું
અને ખોટું તેમજ એક શબ્દમાં જવાબ જેવા પ્રશ્નો લઇ શકાય છે. આ ટેસ્ટમાં દરેક
વિદ્યાર્થીનો વ્યક્તિગત યુઝર આઈડી હોય છે, એક આઈ ડી એડમીન નો હોય છે. જે નિયત સમયે
ટેસ્ટ ને શરુ અને બંધ કરી શકે છે, ટેસ્ટનો સમય પૂરો થયા બાદ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન
નો જવાબ આપી શકતા નથી. એડમીન ટેસ્ટ બનાવ્યા બાદ ચોક્કસ સમયે ટેસ્ટ સ્ટાર્ટ કરે છે.
વિદ્યાર્થીઓ પોતાના આઈડી થી ટેબ્લેટમાં લોગીન કરી ટેસ્ટ શરુ કરે છે. ટેસ્ટ માં
દરેક વિદ્યાર્થીના ટેબ્લેટમાં ડાબી તરફ તમામ પ્રશ્નોનો અનુક્રમ દેખાય છે અને સ્ક્રીન
પર એક પ્રશ્ન દેખાય છે, જેમ જેમ વિદ્યાર્થીઓ પ્રશ્નોનો જવાબ સબમિટ કરતા જાય છે તેમ
તેમ અનુક્રમમાં તે પ્રશ્ન ગ્રીન થતો જાય છે, ધારોકે કોઈ વિદ્યાર્થી ટેસ્ટ દરમ્યાન
કોઈ પ્રશ્નનો જવાબ હાલ આપવા માંગતો ના હોય તો આપ્યા વગર આગળના પ્રશ્ન તરફ જઈ શકે
છે. અંતમાં ટેસ્ટને સબમિટ કરવાની હોય છે. સબમિટ કરતી વખતે જો કોઈ પ્રશ્નનો ઉત્તર
આપવાનો બાકી હોય તો વિદ્યાર્થીના સ્ક્રીન પર મેસેજ આવે છે કે આપે હજુ ૩ કે ૪
પ્રશ્નો ના ઉત્તર સબમિટ કરવાના બાકી છે, આપ ખરેખર ટેસ્ટ સબમિટ કરવા માંગો છો.? જે પછીજ આ ટેસ્ટ સબમિટ થાય છે.
ઓનલાઈન ટેસ્ટની વિશેષતા :
- આ ટેસ્ટ દરમ્યાન દરેક વિદ્યાર્થીના ટેબ્લેટ માં આવતા પ્રશ્નો નો ક્રમ અલગ અલગ હોય છે તેમજ એક જ પ્રશ્નોના ઉત્તરના ક્રમ પણ અલગ અલગ હોય છે જેથી વિદ્યાર્થીઓ એક બીજામાંથી નકલ કરી શકતા નથી.
- એડમીન ટેસ્ટ દરમ્યાન કોઈ પણ સમયે કયા વિદ્યાર્થીએ કેટલી ટેસ્ટ પૂર્ણ કરી, કેટલી ટેસ્ટ બાકી, કોણે ટેસ્ટ શરુ કરેલ નથી જેવી તમામ વિગતો પોતાના ફોનમાં કે તેબ્લેતમાં જોઈ શકે છે.
- આ સંપૂર્ણ ટેસ્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટેસ્ટ ઈન્ટરનેટના માધ્યમ વગર કરી શકાય છે જેથી નેટવર્કના કોઈ પ્રશ્ન ઉદભવતા નથી. તમામ પ્રક્રિયા શાળાના "માય સ્કુલ સર્વર" ના ફ્રી વાય-ફાય ની મદદથી થાય છે.
Wednesday, July 4, 2018
ફ્રી વાય ફાય થી ચાલતી એપ્લિકેશન.-Ashvin Prajapati
શાળા ના તમામ ટેબ્લેટ માં સમગ્ર પરિસર માં
ઇન્ટરનેટ ના માધ્યમ વગર
ફક્ત શાળાના my scool server દ્વારા
ફ્રી વાય ફાય થી ચાલતી એપ્લિકેશન.
ઇન્ટરનેટ ના માધ્યમ વગર
ફક્ત શાળાના my scool server દ્વારા
ફ્રી વાય ફાય થી ચાલતી એપ્લિકેશન.
Monday, March 26, 2018
Wednesday, March 21, 2018
સ્માર્ટ ક્લાસ લોક સહકાર
સ્માર્ટ ક્લાસ ધોરણ-૬
सफ़र में धुप तो होंगी, तुम चल शको तो चलो.
सभी लोग भीड़ में होंगे, तुम निकल शको तो चलो,
रस्ते नहीं बदलते किसीके लिए,
तुम अपने आपको बदल शको तो चलो.
શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. શાળામાં શરુ કરેલ આ પ્રોજેક્ટ બાદ શાળાના ધોરણ-૬ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સુક હતા કે તેઓ પણ આજ પ્રકારના સ્માર્ટ ક્લાસ માં ભણવા માંગે છે, શરૂઆતમાં બે કે ત્રણ તાસનું શિક્ષણ ધોરણ - ૬ ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. પરંતુ ત્યાર બાદ ગામ લોકો સાથે અને SMC સાથે વિચાર વિમર્શ કરી લોક સહકાર દ્વારા ત્રીજા સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાનું સ્વપ્ન જોયું. બસ ત્યાર બાદ ગામના લોકો સાથે આ બાબતે ચર્ચા બાદ શાહપુર ગામના વતની અને નરોડા અમદાવાદ ખાતે રહેતા અને સેવાભાવી અને ધાર્મિક વૃતિ ધરાવતા શ્રી નટુભાઈ ભગવાનભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર શ્રી કેતનભાઈ ના શુભ હસ્તે રૂ. ૧,૧૮,૦૦૦/- જેટલી રકમ શાળામાં સ્થળ પર જ હાથો હાથ આપી તાત્કલિક આ સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાની વાત કરી. માત્ર ચાર જ દિવસ માં તેમના આ પ્રયત્નોથી અમારી શાહપુર પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણ -૬ ના સ્માર્ટ ક્લાસનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, અને આજે આ ધોરણ - ૬ ના વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષા મુજબ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે, સમગ્ર શાળા પરિવાર અને SMC તેમના આ ઉમદા કાર્ય બદલ હૃદય પૂર્વક આભાર માને છે.
Subscribe to:
Posts (Atom)












