text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, July 21, 2025

એક પેડ માં કે નામ

 

શાહપુર આદર્શ પ્રાથમિક શાળામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, [જુલાઈ 21, 2025] - શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા. જી. ગાંધીનગરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર શનિવાર, તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ "એક પેડ માં કે નામ" કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૃક્ષારોપણ દ્વારા હરિયાળું વાતાવરણ નિર્માણ કરવાનો હતો. માતાઓએ પોતાના બાળકોના નામે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણના આ સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. આ પ્રવૃત્તિથી બાળકોમાં પણ નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના કેળવાશે. શાળા પરિસરમાં રોપવામાં આવેલા આ વૃક્ષો ભવિષ્યમાં છાંયડો અને શુદ્ધ હવા પૂરી પાડશે, જે શાળા અને સમાજ બંને માટે લાભદાયી બનશે. આ પ્રકારના કાર્યક્રમો પર્યાવરણ જાગૃતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.




Monday, June 30, 2025

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2025

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું. અ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિકભાઈ પટેલ પણ હાજર રહ્યા. વિશેષ ઉપસ્થિતિ માં ગામના ઉત્સાહી સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, એસ,એમ. સી. સભ્યો, તાલુકા સદસ્ય શ્રી, પૂર્વ સદસ્યશ્રી અને ગામના ઉત્સાહી વડીલો અને યુવાનો હાજર રહ્યા. ગામના યુવાનો દ્વારા શાળાના બાળકોને  રોકડ અને વસ્તુ સ્વરૂપે 1,50,000/- થી વધુની કિમતનું દાન આપવામાં આવ્યું. 














Monday, June 9, 2025

પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025

 ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે એક ભવ્ય કાર્યક્રમ  યોજાયો 

               તા. 27મી એપ્રિલ - 2025, રવિવારે  ગાંધીનગર ટાઉનહોલમાં 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિત જોશીની પ્રેરણાથી શિક્ષકોએ સ્વયંભૂ રીતે  'હું છું પર્યાવરણ સંરક્ષક' અભિયાન ચલાવી પર્યાવરણ સંલગ્ન સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કર્યું. વિદ્યાર્થીઓને આ યજ્ઞકાર્યમાં જોડવાનો પ્રયત્ન કર્યો તથા ભવિષ્યમાં પણ આ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા સંકલ્પ લીધો. 

      માધવ ચેરીટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- મહેસાણા, અનંતા એજ્યુકેશન- ગાંધીનગર દ્વારા શિક્ષકોની આ સરાહનીય પહેલને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના આજના સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જી.સી. ઈ.આર.ટી. સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ના આચાર્યને માન. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ ના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ અંતર્ગત શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લા માંથી આવેલ 2,525 શિક્ષકોની પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.









સમર કેમ્પ ૨૦૨૫ IIT PALAJ

 શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો આઈ.આઈ.ટી. પાલજ ખાતે સમર કેમ્પ યોજાયો.

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓનો પાલજ, ગાંધીનગર ખાતે આવેલ આઈ આઈ. ટી. ખાતે ૧૦ દિવસીય સમર કેમનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ટીમના સહયોગ દ્વારા શાળાના ધોરણ – ૬ થી ૮ ના ૪૫ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. સમર કેમ્પમાં નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ જીવન કૌશલ્ય તથા મૂલ્ય લક્ષી શિક્ષણ આધારીત વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ૧૦ દિવસના આ કેમ્પમાં ઓરિગામી વર્ક, પ્રિન્ટિંગ વર્ક, પુરાતત્વશાસ્ત્ર, પર્યાવરણ સંરક્ષણ, કેલિગ્રાફી, પુસ્તકાલય પ્રવૃતિ, મૂવી મેકિંગ, ડ્રામા, ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ એક્સપર્ટ દ્વારા કરાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને ખાસ બસ દ્વારા લાવવા અને લઈ જવાની તેમજ બપોરે ભોજનની સુવિધા પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી. સમર કેમ્પમાં નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. સમર કેમ્પના અંતિમ દિવસે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ તથા સ્કૂલ બેગ ભેટ તરીકે આપવામાં આવી. શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા સમર કેમ્પમાં જોડાયેલ તમામ આઈ આઈ. ટી. પાલજના વિદ્યાર્થીઓ, એક્સપર્ટ અને તેમની ટીમના સભ્યોનો આભાર માન્યો હતો.












https://www.instagram.com/p/DKpY9S5osBg/?igsh=a3l5dzd6emFkNDBk

https://www.instagram.com/reel/DKXGLZSspIj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==


Friday, January 3, 2025

પ્રિ વોકેશનલ એક્સપોઝર વિઝિટ

 પ્રિ વોકેશનલ એક્સપોઝર વિઝિટ 

શાહપુર પ્રાથમિક શાળામાં ફ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત એક્સપોઝર વિઝીટ (31/12/2024)

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં પ્રિ-વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ગાંધીનગરના વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. જેમાં ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, અભિલેખાગાર ભવન,  ગાંધીનગર સાહિત્ય અકાદમી, માટીકામ કલાકારી બોર્ડ તથા અડાલજની વાવ જેવા સ્થળો અને તેમની કામગીરીનું પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ તમામ સ્થળની માહિતી એકત્ર કરી પ્રાર્થના સભામાં તમામ સ્થળોની કામગીરી અંગે પોતાના અભિપ્રાયો પણ રજૂ કર્યા. શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ કાર્યક્રમમાં જોડાયેલ તમામ બાળકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું.










Thursday, December 19, 2024

ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા

 શાહપુર પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

આજરોજ તા.16 ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે UGVCL ચિલોડા દ્વારા ઉર્જા સંરક્ષણ વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં UGVCL ચિલોડાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એસ.વી. પટેલ ઉપસ્થિત રહ્યા. ભાગ લેનાર તમામ બાળકોને આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યા.



ગણવેશ અને સ્વેટર વિતરણ

 ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળામાં ગણવેશ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. 


રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદ દ્વારા શનિવાર, 7 ડિસેમ્બર 2024ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે એક શિયાળુ કપડાં વિતરણ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીમાં કોઈપણ બાળકને ગરમીથી વંચિત ન રહેવું પડે એ હેતુથી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર,  યુનિફોર્મ, શિયાળુ ટોપીઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડી તેમના માટે શિયાળો આરામદાયક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યને સફળ બનાવવા ગામની બ્રહ્મકુમારી સંસ્થા, ગામના સરપંચ શ્રી અર્પીતભાઈ પટેલ, ગ્રામ પંચાયત અને તેમની ટીમના સભ્યો, તેમજ શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને શિક્ષકોનો અમુલ્ય સહયોગ મળ્યો. આ ખાસ પ્રસંગને સફળ બનાવવા માટે રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદના પ્રેસિડેન્ટશ્રી  પુરવિશ પટેલ અને અન્ય સમર્પિત સભ્યો પણ સાથે જોડાયા.