શાહપુર શાળા ખાતે ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી.
આજરોજ "ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ" આયોજિત "ધરતી આબા" ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી. આ આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના પ્રાથમિક સંવર્ગના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જિલ્લાના સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ, તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, પ્રાંતિયા શાળાના શિક્ષક શ્રી ભાવનાબેન પટેલ તથા જિલ્લા સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર દ્વારા બિરસા મુંડા ના જીવન ચરિત્ર વિશે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. પ્રાથમિક સંવર્ગ ના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તેના વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ગાંધીનગર જિલ્લામાંથી શહેર વિસ્તારમાં ગયેલા શિક્ષકો દ્વારા સંગઠનના વિકાસ માટે ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો. કાર્યક્રમને અંતે તાલુકાના મહામંત્રી શ્રી મકસુદભાઈ મનસુરીએ આભાર વિધિ કરી હતી.
Do you like this post? Please link back to this article by copying one of the codes below.
URL Of Post:
HTML Link Code:
BB (forum) link code:


No comments:
Post a Comment