Friday, September 13, 2019

પ્લાસ્ટિક મુક્ત ભારત




ગ્રીન સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શાળા – ૨૦૧૯

     પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત અત્રેની શાહપુર પ્રાથમિક શાળામાં તા. ૧૩/૦૯/૨૦૧૯ ના રોજ પ્લાસ્ટિક મુક્ત શાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને શાળામાં પ્લાસ્ટીકનો ઉપયોગ નહિ કરવા માટે સમજાવવામાં આવ્યા. ત્યાર બાદ  શાળાના વિદ્યાર્થીઓની અને શિક્ષકોની  એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામ માં દરેક દુકાન અને લોકોને રૂબરૂ મુલાકાત કરી પ્લાસ્ટીકનો ઉપયોગ નહિ કરવા માટે બાહેધરી લેવામાં આવી. તેમને પ્લાસ્ટીકના ઉપયોગ થી થતું નુકશાન વિષે અને પોતાના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે લોકોને સમજાવવામાં આવ્યા. આ અભિયાન માં બાળકો સાથે ગામના સરપંચ શ્રી બાલુબેન બાબુજી ઠાકોર, ગામના તલાટી શ્રી ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ તથા પંચાયત સભ્યોએ પણ પોતાનું સમર્થન આપ્યું અને શાળાના આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી.