Thursday, September 8, 2022

સ્વયં શિક્ષક દિન

 








ઇ.સી.ડી.સી. ટ્રસ્ટ દ્વારા દફ્તર વિતરણ

 ઇ.સી.ડી.સી. ટ્રસ્ટ દ્વારા શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફ્તર વહેંચવામાં આવ્યા.

તારીખ ૦૨, સપ્ટેમ્બર, શુક્રવારના દિવસે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે આવેલ શાહપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા ધ્યેય અને શાળાના પ્રાંગણમાં વડના વૃક્ષને વાવવાનો તથા શાળાના તમામ બાળકોને સ્કુલ બેગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ. આ સુંદર કાર્યક્રમ Environment Care & Development Charitable Trust (ECDC)દ્નારા આયોજિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ECDC સંસ્થાના પ્રમુખ શ્રી રજનીશભાઈ પટેલ,શ્રી શંકરભાઈ પટેલ તથા તેમની યુવા ટીમના આયોજન અને સંકલનમાં અન્ય ઉપસ્થિત મહાનુભાવ તરીકે ગામના પ્રથમ નાગરિક એવા યુવા સરપંચ શ્રી અર્પિતભાઈ, જીપીસીબી તરફથી સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક શ્રી સુરેશભાઈ અગ્રાવત, શ્રી નાનજીભાઈ ચૌધરી,શ્રી હિરલબેન પંડ્યા, માનનીય શ્રી સી.એન.પટેલ, DFO,શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો અને જેમના માટે આ વિશેષ કાર્યક્રમ હતો એવા શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત બાળકોને જીવન ઉપયોગી વક્તવ્ય આપવામાં આવ્યું. શ્રી પલકબેન દ્વારા બાળકોને રમતગમત રમાડીને બાળકોમાં ઉત્સાહ જગાવવામાં આવ્યો. DFO તરીકે પટેલ સાહેબે ગમ્મત સાથે પર્યાવરણ સંબંધિત જ્ઞાન સાથે માહિતી આપી.શ્રી એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબના જીવનને પ્રેરણા રૂપ બનાવી જીવનમાં સતત પ્રયત્નશીલ બની પોતાના લક્ષ્યને હાંસલ કરવા અનેક વ્યક્તિ વિશેષના ઉદાહરણો સાથે વિધાર્થીઓને મોટીવેશન આપીને એક અલગ પ્રકારની ખુશીનો માહોલ સર્જાયો. ECDC ટ્રસ્ટના રજનીશભાઈ પટેલ દ્વારા દરેક બાળકોને એક વૃક્ષ વાવીને પણ દેશની સેવા થઈ શકે તે માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો અને ઈસીડીસી ટ્રસ્ટના શંકરભાઈ પટેલ દ્વારા ટીંટોડીની સાગર સામે બાથ ભરવાની વાત દ્નારા સાથ આપો સલાહ નહીં એવા સંકલ્પ સાથે સાથે મળી કેવું કામ કરી શકાય એ જણાવી બાળકોને પ્રોત્સાહિત કરતો સંદેશ પાઠવવામાં આવ્યો.શાળાના શિક્ષકોએ આ આયોજનમાં સહયોગ પાઠવ્યો અને ECDC ટ્રસ્ટ સાથે જોડાયેલા અન્ય મિત્રોએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું.
"સાથ,સહકાર અને સહયોગ આપો,સલાહ નહીં" એ આ સંસ્થાનો ઉમદા ધ્યેય છે.સામાજીક સેવાઓ સાથે પર્યાવરણ પ્રેમી એવા આ સંસ્થાના પ્રતિનિધિઓ દસ કરોડ વડના વૃક્ષ વાવીને ઉછેર કરવાના ઉમદા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે એ ગૌરવવંતી પહેલ છે જેને સહયોગ આપવો એ આપણી પ્રાથમિકતા છે એમ સમજી એમના આ મહાન કાર્યને અભિનંદન સાથે પર્યાવરણના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે હ્દયથી શુભેચ્છાઓ...
🌳🦜આવો સાથે મળીને પર્યાવરણ બચાવીએ🦜🌳
આપણા પરિવાર માટે દુનિયાની મોંઘાંમાં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વીને પ્રદુષણથી બચાવવી પડશે તેથી દરેક પ્રકારે, દરેક પ્રયાસો સાથે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇને પર્યાવરણને બચાવવા માટે પોતાના ક્ષેત્રમાં નાનો પ્રયાસ કરીએ. વૃક્ષો વાવીએ, જીવન બચાવીએ.








શાળા ટ્વિનિંગ કાર્યક્રમ

 

શાળા ટ્વિનિંગ કાર્યક્રમ

 આજરોજ આદર્શ પ્રાથમિક શાળા શાહપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા ટ્વિનિંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લસ્ટરની બે શાળાઓ એક બીજાની મુલાકાત લઈ શાળાની પ્રવૃતિઓ નિહાળે છે.

       25 ઓગસ્ટના ઓર્જ ચિલોડા ક્લસ્ટર ની બે શાળાઓ શાહપુર પ્રાથમિક શાળા અને રતનપુર પ્રાથમિક શાળા વચ્ચે આ પ્રમાણે એકબીજાની પ્રવૃત્તિઓ જોવા જોવા માટે ટ્વિનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાહપુર શાળાના વિદ્યાર્થીઓ સવારે પ્રાર્થના સભા પહેલા જ રતનપુર શાળામાં પહોંચી ગયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ રતનપુર પ્રાથમિક શાળાની પ્રાર્થના સભામાં ભાગ લીધો તેની પ્રાર્થનામાં થતી અન્ય સહભ્યાસ પ્રવૃત્તિઓ પણ નિહાળી. પ્રાર્થના સભા બાદ શાળામાં કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ નિહાળી. શાળામાં લોક સહકારથી બનાવેલ પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબ ની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી. શાળાના વિદ્યાર્થીઑ પણ કોમ્પ્યુટર ઉપર ખૂબ સારી રીતે કામ કરતા હતા આ જોઈને અત્યંત ખુશી થઈ. સમગ્ર શાળાનું કુદરતી વાતાવરણ ખુબ જ સુંદર હતું શિક્ષકોમાં પણ ખુબ જ સહકાર અને એકતા જોવા મળી જે શાળાના વિકાસ માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખૂબ જ સારી રીતે સમગ્ર શાળાનું અવલોકન કરાવ્યું. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થી દ્વારા નિર્માણ પામેલ ઔષધ ભાગ અને ઇકો ક્લબની પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લીધી. તમામ મુલાકાતે આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નાસ્તો આપવામાં આવ્યો. અંતિમ બેઠકમાં એક સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. શાહપુર શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો.