Sunday, October 21, 2012

ભગવાન કેવા છે ?

ભગવાન કેવા છે ?

એક વ્યક્તિ વાળંદની દુકાન પર બાલદાઢી કરાવવા માટે આવ્યો. વાળંદે જેવું તેનું કામ શરુ કર્યું કે તેઓની વચ્ચે એક સંવાદ શરુ થયો. તેઓએ ઘણા બધા ટોપિક પર વાતો કરી. અંતે જયારે ભગવાનની વાત નીકળી તો વાણંદ કહે કે હું નથી માનતો કે આં દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ હોય…
પેલા વ્યક્તિએ કહ્યુ, “કેમ એવું કહો છો ?

વાણંદે કહ્યું, “તમારે કોઈ પણ શહેર કે ગામની ગલીમાં જવું એટલે ભાન પડી જશે કે ભગવાનનું અસ્તિત્વ નથી જ. તમે જ કહો જો ભગવાન હોય તો આટલા દુખો કેમ ? કેમ લાખો લોકો માંદા દેખાય છે, કેમ લાખો બાળકો અનાથ દેખાય છે, જો ભગવાન હોતે તો આટલા દુખ, દર્દ પણ ના હોતે ને ! હું કલ્પના પણ ના કરી શકું કે એક પ્રેમાળ ભગવાન આવું કેમ કરી શકે !”
પેલો વ્યક્તિ થોડીવાર કઈ જ ના બોલ્યો, બસ સામે જોતો રહ્યો કોઈ પણ દલીલ કર્યા વગર જ…

વાણંદે વાળ કાપવાનું પૂરું કર્યું અને પેલો વ્યક્તિ ત્યાંથી જતો હતો કે ગલીમાં તેણે એક ભિખારીને જોયો કે જેના વાળ એકદમ લાંબા થઇ ગયેલા, ગંદા ગંદા ભરેલા હતા અને દાઢી પણ લાંબી થઇ ગયેલી.

પેલો વ્યક્તિ ફરી દુકાનમાં આવ્યો અને પેલા વાણંદને બોલ્યો તને ખબર કે આ દુનિયામાં વાણંદનું અસ્તિત્વ જ નથી.
વાણંદ આશ્ચર્ય ચકિત થઇ ને બોલ્યો, “અરે પણ તું એવું કેવી રીતે કહી શકે જયારે મેં હમણા જ તારા વાળ કાપ્યા અને હું તો તારી સામે જ ઉભો છું અત્યારે પણ…”

પેલા વ્યક્તિએ કહ્યું, “ના ! વાણંદ તો નથી જ… જો વાણંદ હોતે તો આં લાંબા અને ગંદા વાળ વાળો ભિખારી હોય જ નહિ ને !
વાણંદ ને સમજાયું અને બોલ્યો કે મને હવે ખબર પડી કે વાણંદનું અસ્તિત્વ તો છે જ પરંતુ જો લોકો મારી પાસે ના આવે તો આં ભિખારીની જેમ ગંદા રહી જાય છે…

એ જ તો વાત છે. ભગવાનનું અસ્તિત્વ તો સ્વયં સિદ્ધ જ છે પરંતુ લોકો જયારે સ્વાર્થી બનીને ભગવાનને ભુલી  જાય અને તેને એક સમય યાદ પણ ના કરે ત્યારે જ તો દુનિયામાં દુખ અને દર્દ દેખાય ને............. !