Wednesday, September 20, 2023

મહારાષ્ટ્ર નાસિકથી આવેલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શાહપુર શાળાની મુલાકાત. 

        તા. ૦૬/૦૯/૨૦૨૩ ના રોજ  વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરના માધ્યમથી મહારાષ્ટ્ર નાસિકથી આવેલ શિક્ષણ વિભાગની ટીમે શાહપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.  ઓનલાઇન હાજરી, ચાઈલ્ડ ટ્રેકિંગ, એકમ કસોટી અને G-SHALA જેવી બાબતો નો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી માહિતી મેળવી.




માન. શિક્ષણ મંત્રીશ્રી ના હસ્તે સન્માન

 શાહપુર પ્રાથમિક શાળાના આચાર્યનું વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્વારા માન. શિક્ષણ મંત્રી શ્રી,  ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે સન્માન  

    વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા તા. ૨૩ ઓગસ્ટના રોજ ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં  રાજ્યના ૧૪૧ શિક્ષકોને શાળામાં કરેલ વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ રાજયના શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે પ્રમાણપત્ર આપીને સંમંતિ કરવામાં આવ્યા. જેમાં ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ભૂલાભાઈ પ્રજાપતિનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મંત્રીશ્રી ની સાથે સાંસદ શારદાબેન પટેલ, કલેકટર શ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. ઓમપ્રકાશ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.




એક મુલાકાત

 શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઇ. આઇ. ટી. પાલજની મુલાકાત લીધી. 

શાહપુર પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ આજ રોજ તા. ૧૮/૦૮/૨૦૨૩ ના રોજ  શાળાના ગણિત વિજ્ઞાન ના શિક્ષકો સાથે આઈ આઈ ટી પાલજની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને આઈ આઈ ટી ના તજજ્ઞ મિત્રો દ્વારા   ગણિત વિષયના વિવિધ મોડેલ તથા વિજ્ઞાનની વિવધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની જાતે પણ ગણિત વિજ્ઞાનના ઘણા બધા મોડેલ તૈયાર કર્યા હતા. આઈ આઈ ટી માં ચાલતા અભ્યાસક્રમ અને પ્રવૃતિઓની માહિતી પણ વિડીયો માધ્યમથી બતાવી હતી.






સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સન્માન

 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળામમાં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન