Tuesday, November 22, 2022

નવેમ્બર માસમાં શાળામાં થયેલ પ્રવૃત્તિઓ

 

શાહપુર પ્રાથમિક શાળા ના બાળકોએ 15-11-2022 ના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વોટ (VOTE) ચિત્રની સાંકળ બનાવી મતદાન જાગૃતિનો ફરજિયાત મતદાનનો સંદેશો આપ્યો હતો.


આજ રોજ તા. ૧૯/૧૧/૨૦૨૨ ને શનિવારના રોજભારત સરકારના નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત અને સમગ્ર શિક્ષા અભિયાન આયોજિત સી.આર.સી. કક્ષાના વાર્તા કથન અને લેખન સ્પર્ધાનું આયોજન ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું. જેમાં ચિલોડા ક્લસ્ટર ની ૯ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં ધોરણ ૨ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે વાર્તા કથન અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્વરચિત વાર્તા લેખન સ્પર્ધા યોજવામાં આવે. સી.આર.સી. કો ઓર્ડીનેટર ઇલાબેન પટેલ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા. સ્પર્ધાને અંતે બંને વિભાગમાંથી ૧ થી ૩ નંબર નિર્ણાયક દ્વારા પસંદ કરવામાં આવ્યા. જેઓ આગામી તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગાંધીનગર મુકામે જશે. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને પ્રોત્સાહન પુર પાડ્યા.




ઓક્ટોબર માસમાં શાળામાં થયેલ પ્રવૃતિઓ

 2 જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ગ્રામોદ્યોગ ખાતેથી ખાદીની ખરીદી 



યુનિસેફની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટીમ શાહપુર પ્રાથમિક શાળાની મુલાકાતે - તા. 11-10-2022
યુનિસેફની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટીમ દ્વારા શાહપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં યુનિસેફના દેશ વિદેશના પ્રતિનિધિઓ શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ, જીવન કૌશલ્ય આધારિત ચાલતી પ્રવૃતિઓ, જ્ઞાન કુંજ, જી-શાળા અને સ્વચ્છતા અંતર્ગત હેન્ડ વોશ ની પદ્ધતિ વગેરે નિહાળ્યા હતા. ટીમ દ્વારા શાળામાં ચાલતા પ્રજ્ઞા વર્ગોની પ્રવૃતિથી અત્યંત પ્રભાવિત થયા હતા. ટીમની સાથે જી.સી.ઈ.આર.ટી. માંથી આવેલ અધિકારી શ્રી રાજેન્દ્રભાઈ દ્વારા સર્વ શિક્ષા અભિયાન દ્વારા ચાલતા વિવિધ કાર્યક્રમોની સમાજ આપી હતી. આવેલ પ્રતિનિધિ દ્વારા શાળામાં ચાલતા અક્ષયપાત્ર યોજના અંતર્ગત અપાતા ભોજનની ગુણવત્તાથી પ્રસન્ન થયા હતા. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ તમામ આવનાર પ્રતિનિધિઓનું હાર્દિક અભિવાદન કર્યું હતું.