Tuesday, January 11, 2022

જીવન કૌશલ્ય આધારિત બાળમેળો

 

શાહપુર પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો.

 

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળમેળામાં જી.સી.ઇ.આર.ટી, ગાંધીનગર ના હિસાબી અધિકારી કુમારી નિલધારા મેહ મેડમ તથા અન્ય અધિકારીગણ દ્વારા મુલાકાત લેવામાં આવી. માનનીય મેડમ દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. બાળકો દ્વારા પોતાના રોજબરોજના જીવનમાં ઉપયોગી એવી જીવન કૌશલ્યની પ્રવૃતિઓ  તૈયાર કરવામાં આવી હતી.











ગુરુ ચાણક્ય એવોર્ડ

શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ નુ હરદ્રાર ખાતે ગુરુ ચાણક્ય એવોર્ડ થી સન્માન.
અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહ-ત્રિલોક જ્ઞાનોત્સવ – 2022 યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, રુડકી - હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાયો.જેમાં ગાંધીનગર જિલ્લાની શાહપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ એ શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસ ને ધ્યાને લઇ "ગુરુ ચાણક્ય એવોર્ડ"માટે પસંદગી થઇ હતી.
આ કાર્યક્રમમાં ડો.મહેશ શર્મા કુલપતિ મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહાર- બિહાર, શ્રીમતી પુષ્પા રાની પૂર્વ નિર્દેશક એસ.સી.ઈ.આર.ટી.- દહેરાદૂન, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી મુખ્ય અધ્યક્ષ જીવનદીપ આશ્રમ -રુડકી, સતીષ શર્મા સિનેમા અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર દહેરાદૂન, ગૌરવ ગોયલ મેયર શ્રી નગરપાલિકા -રુડકી, ડો.એસ.પી. ગુપ્તા કુલપતિશ્રી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કોલેજ રૂડકી -હરિદ્વાર, શ્રી ગોપાલ અગ્રવાલ સદસ્ય બાળ કલ્યાણ સમિતિ – હરિદ્વાર, શ્રી કુંદનસિંહ ના. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શ્રી કાન્ત પુરોહિત-રુડકી શ્રી સતીશ કુમાર શર્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -બડૌત, ઉત્તર પ્રદેશ તથા સંયોજકશ્રી સંજય વત્સ અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ અને સમાજીક પ્રવૃતિઓ કરવા બદલ સન્માન ના સાચા હકદાર એવા મારાં નાના ભૂલકાઓ તેમજ શાળા પરિવાર અને કર્મભૂમિ શાહપુરને અર્પણ કરતાં અનહદ આનંદ અનુભવું છું.




અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડ

 શાહપુર પ્રા. શાળાના આચાર્ય અશ્વિનભાઇ નું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સમ્માન.

ગોરક્ષ શક્તિધામ સેવાર્થ ફાઉન્ડેશન, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ દ્વારા શિક્ષણ કલા અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોનો સમ્માન સમારંભ તાજેતરમાં ભારતમાતા મંદિર ઉજ્જૈન ખાતે યોજાયો. 25 ડિસેમ્બર ના રોજ ભારત રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈ તથા પંડિત મદન મોહન માલવિયા ના જન્મ દિવસ નિમિતે યોજાયેલ આ *અખિલ ભારતીય સારસ્વત સમ્માન સમારંભ* માં દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલ શિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર જિલ્લાના શાહપુર શાળાના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિની પસંદગી થતાં તેમનું મહાકાલેશ્વર મંદિરમાં સાનિધ્યમાં ભારતમાતા મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં શાલ, ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.