Tuesday, November 20, 2018

ડિઝીટલ ઓનલાઈન ટેસ્ટ



ડિઝીટલ ઓનલાઈન ટેસ્ટ






KOLIBRI




      શાળામાં આ સત્રથી ડિઝીટલ ઓનલાઈન ટેસ્ટની શરૂઆત કરી રહ્યો છું. માય સ્કુલ સર્વર અને લર્નિગ ઈ ક્વોલીટીના કોલીબ્રી માધ્યમથી શરુ કરેલ આ ટેસ્ટમાં બહુ વિકલ્પ પ્રશ્નો, ખરું અને ખોટું તેમજ એક શબ્દમાં જવાબ જેવા પ્રશ્નો લઇ શકાય છે. આ ટેસ્ટમાં દરેક વિદ્યાર્થીનો વ્યક્તિગત યુઝર આઈડી હોય છે, એક આઈ ડી એડમીન નો હોય છે. જે નિયત સમયે ટેસ્ટ ને શરુ અને બંધ કરી શકે છે, ટેસ્ટનો સમય પૂરો થયા બાદ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન નો જવાબ આપી શકતા નથી. એડમીન ટેસ્ટ બનાવ્યા બાદ ચોક્કસ સમયે ટેસ્ટ સ્ટાર્ટ કરે છે. વિદ્યાર્થીઓ પોતાના આઈડી થી ટેબ્લેટમાં લોગીન કરી ટેસ્ટ શરુ કરે છે. ટેસ્ટ માં દરેક વિદ્યાર્થીના ટેબ્લેટમાં ડાબી તરફ તમામ પ્રશ્નોનો અનુક્રમ દેખાય છે અને સ્ક્રીન પર એક પ્રશ્ન દેખાય છે, જેમ જેમ વિદ્યાર્થીઓ પ્રશ્નોનો જવાબ સબમિટ કરતા જાય છે તેમ તેમ અનુક્રમમાં તે પ્રશ્ન ગ્રીન થતો જાય છે, ધારોકે કોઈ વિદ્યાર્થી ટેસ્ટ દરમ્યાન કોઈ પ્રશ્નનો જવાબ હાલ આપવા માંગતો ના હોય તો આપ્યા વગર આગળના પ્રશ્ન તરફ જઈ શકે છે. અંતમાં ટેસ્ટને સબમિટ કરવાની હોય છે. સબમિટ કરતી વખતે જો કોઈ પ્રશ્નનો ઉત્તર આપવાનો બાકી હોય તો વિદ્યાર્થીના સ્ક્રીન પર મેસેજ આવે છે કે આપે હજુ ૩ કે ૪ પ્રશ્નો ના ઉત્તર સબમિટ કરવાના બાકી છે, આપ ખરેખર ટેસ્ટ સબમિટ કરવા માંગો છો.? જે પછીજ આ ટેસ્ટ સબમિટ થાય છે.

ઓનલાઈન ટેસ્ટની વિશેષતા :
  • આ ટેસ્ટ દરમ્યાન દરેક વિદ્યાર્થીના ટેબ્લેટ માં આવતા પ્રશ્નો નો ક્રમ અલગ અલગ હોય છે તેમજ એક જ પ્રશ્નોના ઉત્તરના ક્રમ પણ અલગ અલગ હોય છે જેથી વિદ્યાર્થીઓ એક બીજામાંથી નકલ કરી શકતા નથી.
  • એડમીન ટેસ્ટ દરમ્યાન કોઈ પણ સમયે કયા વિદ્યાર્થીએ કેટલી ટેસ્ટ પૂર્ણ કરી, કેટલી ટેસ્ટ બાકી, કોણે ટેસ્ટ શરુ કરેલ નથી જેવી તમામ વિગતો પોતાના ફોનમાં કે તેબ્લેતમાં જોઈ શકે છે.
  • આ સંપૂર્ણ ટેસ્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટેસ્ટ ઈન્ટરનેટના માધ્યમ વગર કરી શકાય છે જેથી નેટવર્કના કોઈ પ્રશ્ન ઉદભવતા નથી. તમામ પ્રક્રિયા શાળાના "માય સ્કુલ સર્વર" ના ફ્રી વાય-ફાય ની મદદથી થાય છે.