Monday, April 6, 2020

કરો યોગ રહો નિરોગ

કરો યોગ રહો નિરોગ,  તા. ૦૭-૦૨-૨૦૨૦
યોગાચાર્ય શ્રી દુષ્યંત ભાઈ મોદી દ્વારા ૩ દિવસીય  હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે રાત્રી યોગ શિબિર યોજવામાં આવ્યો. જેમાં બીજા દિવસે  શ્રીમદ રાજચંદ્ર માંથી પધારેલ મહાનુભાવ અને સ્પેન થી આવેલ મહેમાન જોડાયા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પણ સંગીત સાથે યોગના વિવિધ પ્રયોગો બતાવવામાં આવ્યા. 

https://www.youtube.com/watch?v=ylmq5KgKmcA

નવોદય ક્રાંતિ નેશનલ એવોર્ડ - અમૃતસર

નવોદય ક્રાંતિ નેશનલ એવોર્ડ - અમૃતસર, તા.૦૪/૦૨/૨૦૨૦

મારા જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ..
નવોદય ક્રાંતિ પરિવાર ભારત એ રાષ્ટ્રીય કક્ષાએ સરકારી શાળાઓ ને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. સમગ્ર ભારતના શિક્ષકો પોતે કરેલ નવીન પ્રવૃતિઓને આ પરિવારમાં રજુ કરે છે. તેમને કરેલ વિશિષ્ટ કાર્યોને બિરદાવવા માટે દર વર્ષે આ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦ નો આ એવોર્ડ તા. ૦૪-૦૨-૨૦૨૦ ના રોજ અમૃતસર પંજાબ ખાતે નેશનલ એવોર્ડ અને પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું. આ ક્ષણે વંદન મારી શાહપુર પ્રા. શાળા તેમજ મારા નાના ભૂલકાઓ અને મારા પ્રેમી સાથી શિક્ષક મિત્રો અને શાળા પરિવાર.





SAARC દેશોની શાળા મુલાકાત

SAARC દેશોની શાળા મુલાકાત, તા. ૨૩-૦૧-૨૦૨૦ 

જીઓ હેજાર્ડ સોસાયટી, સાઉથ એશિયન એસોસીએશન ફોર રીજનલ કો ઓપરેશન (SAARC), ભારત સરકાર તેમજ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ બિલ્ડિંગનું ઝડપી માળખાકીય અને બિન-માળખાકીય જોખમ મૂલ્યાંકન (Rapid Structural & Non-Structural Risk Assessment of School Building) વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાર્ક સંગઠન ના સભ્ય દેશો જેવાકે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા ના પ્રતિનિધિ એ આજ રોજ ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. જેમાં તેમણે શાળાના સંપૂર્ણ બિલ્ડીંગ નું ઝીણવટ ભર્યું અવલોકન કર્યું. જેમાં આપત્તિ વ્યવસ્થાપન મુજબ કઈ કઈ જગ્યાએ વિદ્યાર્થીઓ માટે જોખમ રહેલું છે તે માટે કયા ઉપાયો કરી શકાય તે અંગે માર્ગદર્શન અને માહિતી આપી. તમામ દેશના પ્રતિનિધીઓએ તમામ વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબ તેમજ શાળાના સ્માર્ટ ક્લાસ ની પણ મુલાકાત લીધી. સાર્કના સભ્યો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ સાથે પણ વાર્તાલાપ કર્યો અને શાળા અને વિદ્યાર્થીઓની વધુ સલામતી માટે કેવી વ્યવસ્થા કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું.