Wednesday, March 21, 2018

સ્માર્ટ ક્લાસ લોક સહકાર

સ્માર્ટ ક્લાસ ધોરણ-૬ 


सफ़र में धुप तो होंगी, तुम चल शको तो चलो.
सभी लोग भीड़ में होंगे, तुम निकल शको तो चलो,
रस्ते नहीं बदलते किसीके लिए, 
तुम अपने आपको बदल शको तो चलो.

       શાહપુર પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૭ થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલ માં મુકાયેલ છે. જેનું ઉદ્ગાટન ગુજરાતના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. આ સાથે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને 100 ટેબ્લેટ પણ આપવામાં આવેલ છે. શાળામાં શરુ કરેલ આ પ્રોજેક્ટ બાદ શાળાના ધોરણ-૬ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સુક હતા કે તેઓ પણ આજ પ્રકારના સ્માર્ટ ક્લાસ માં ભણવા માંગે છે, શરૂઆતમાં બે કે ત્રણ તાસનું શિક્ષણ ધોરણ - ૬ ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. પરંતુ ત્યાર બાદ ગામ લોકો સાથે અને SMC  સાથે વિચાર વિમર્શ કરી લોક સહકાર દ્વારા ત્રીજા સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાનું સ્વપ્ન જોયું. બસ ત્યાર બાદ ગામના લોકો સાથે આ બાબતે ચર્ચા બાદ શાહપુર ગામના વતની અને નરોડા અમદાવાદ ખાતે રહેતા અને સેવાભાવી અને ધાર્મિક વૃતિ ધરાવતા શ્રી નટુભાઈ ભગવાનભાઈ પટેલ દ્વારા તેમના પુત્ર શ્રી કેતનભાઈ ના શુભ હસ્તે રૂ. ૧,૧૮,૦૦૦/- જેટલી રકમ શાળામાં સ્થળ પર જ હાથો હાથ આપી તાત્કલિક આ સ્માર્ટ ક્લાસ તૈયાર કરવાની વાત કરી.  માત્ર ચાર જ દિવસ માં તેમના આ પ્રયત્નોથી અમારી શાહપુર પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણ -૬ ના સ્માર્ટ ક્લાસનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, અને આજે આ ધોરણ - ૬ ના વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષા મુજબ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે, સમગ્ર શાળા પરિવાર અને SMC  તેમના આ ઉમદા કાર્ય બદલ હૃદય પૂર્વક આભાર માને છે. 


શાળા સ્વચ્છતા એવોર્ડ

શાળા સ્વચ્છતા એવોર્ડ

આજે તા. ૨૧/૦૩/૨૦૧૮ ના રોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાને "શાળા સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. શાળાને મળેલ આ એવોર્ડ મારી શાળાના શિક્ષક મિત્રોને અને વિદ્યાર્થીઓને કે જેઓ આ એવોર્ડના ખરા હકદાર છે, તેમને સમર્પિત...