શાહપુર પ્રાથમિક શાળા ના બાળકોએ 15-11-2022 ના રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વોટ (VOTE) ચિત્રની સાંકળ બનાવી
મતદાન જાગૃતિનો ફરજિયાત મતદાનનો સંદેશો આપ્યો હતો.
આજ
રોજ તા. ૧૯/૧૧/૨૦૨૨ ને શનિવારના રોજભારત સરકારના નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત અને
સમગ્ર શિક્ષા અભિયાન આયોજિત સી.આર.સી. કક્ષાના વાર્તા કથન અને લેખન સ્પર્ધાનું
આયોજન ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું. જેમાં ચિલોડા
ક્લસ્ટર ની ૯ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં ધોરણ ૨ થી ૫ ના વિદ્યાર્થીઓ
માટે વાર્તા કથન અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્વરચિત વાર્તા લેખન સ્પર્ધા
યોજવામાં આવે. સી.આર.સી. કો ઓર્ડીનેટર ઇલાબેન પટેલ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર
તમામ બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા. સ્પર્ધાને અંતે બંને વિભાગમાંથી ૧ થી
૩ નંબર નિર્ણાયક દ્વારા પસંદ કરવામાં આવ્યા. જેઓ આગામી તાલુકા કક્ષાની સ્પર્ધામાં
ભાગ લેવા માટે ગાંધીનગર મુકામે જશે. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ એ ભાગ
લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને પ્રોત્સાહન પુર
પાડ્યા.