Tuesday, April 23, 2024

વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ

 શાહપુર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું.

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર પ્રા.લી. ગિફ્ટ સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાન પ્રયોગશાળાનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  આ પ્રસંગે શાળાના તમામ બાળકો માટે 400 નંગ સ્કુલ બેગ તથા 400 સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી. આજ કંપની દ્વારા અગાઉ બગીચાના વિવિધ રમત ગમતના સાધનો, પ્રોજેક્ટર, આર. ઓ. પ્લાન્ટ, ત્રણ કોમ્પ્યુટર તથા બેન્ચીસ પણ આપવામાં આવેલી છે. શાહપુર ગ્રામજનો, SMC  અને ગ્રામ અગ્રણી તથા શાળા પરિવાર તરફથી કંપનીની અધિકારી ટીમ નો આભાર માનવામાં આવ્યો.











વાર્ષિકોત્સવ તથા ઉષાબેન વિદાય

 શાહપુર પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ની ભવ્ય ઉજવણી

ગાંધીનગર તાલુકાના શાહપુર પ્રાથમિક શાળામાં શાળા વાર્ષિકોત્સવ તથા શાળાના શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, રાસ ગરબા, બાળગીત, લોકગીત, વ્યસન મુક્તિ તથા મતદાન જાગૃતિ નાટક જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. તથા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ પ્રસંગે શાળામાં પૂર્વ નિવૃત થયેલ શાહપુર ગામના શિક્ષકશ્રીઓ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. નિવૃત થનાર શિક્ષક શ્રી ઉષાબેન દ્વારા શાહપુર શાળાના વિકાસ અર્થે શાળાને રૂ. ૨૧૦૦૦/- નું તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગરને રૂ.૨૫૦૦/- દાન આપવામાં આવ્યું. શાળા દ્વારા પણ નિવૃત્ત થનાર બેન શ્રી તથા આમંત્રિત મહેમાનો નું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનિષાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ શાળામાં પધારેલા મહેમાનો અને નિવૃત થનાર બેન શ્રી નો આભાર માન્યો.













સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૩

 સંસ્કૃત ગૌરવ પરીક્ષા - ૨૦૨૩ 



પ્રકૃતિ વિચરણ

 શાહપુર શાળાના ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આયોજિત વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત શાહપુર નજીક આવેલા ગીર ફાઉન્ડેશનમાં મુક્ત રીતે પ્રકૃતિ વિચરણ કરાવવામાં આવ્યું. 







ચરણ કરાવવામાં આવ્યું. 

સ્પોર્ટ્સ કીટ દાન

 ઈફકો કલોલ તરફથી તા. ૦૭/૦૨/૨૦૨૪ ના રોજ  શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ના વિવિધ સાધનો દાન કરવામાં આવ્યા. 



Thursday, September 21, 2023

મારી માટી, મારો દેશ, મારા ગણેશ

શાહપુર પ્રાથમિક શાળામાં મારી માટી, મારો દેશ, મારા ગણેશ પ્રવૃત્તિનું આયોજન

    પ્રતિ વર્ષ ગુજરાતમાં ગણેશ ઉત્સવનું પર્વ મનાવવામાં આવે છે. ગણેશજીની પ્રતિમા બનાવવા માટે કેમિકલ નો ઉપયોગ થતો હોવાથી પર્યાવરણને નુકસાન થાય છે. ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના માર્ગદર્શનથી ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માટીના ગણપતિ બનાવી પર્યાવરણ સંરક્ષણ અને લોક જાગૃતિ માટે મારી માટી, મારો દેશ, મારા ગણેશ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં માટીના ગણપતિ રાખી પર્યાવરણ જાગૃતિનો એક વિડીયો બનાવ્યો, જેને ગીર ફાઉન્ડેશન ગાંધીનગરમાં મોકલવામાં આવ્યો.ગીર ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીને કામગીરી બદલ એક વિશિષ્ટ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.



Wednesday, September 20, 2023

મહારાષ્ટ્ર નાસિકથી આવેલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શાહપુર શાળાની મુલાકાત. 

        તા. ૦૬/૦૯/૨૦૨૩ ના રોજ  વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરના માધ્યમથી મહારાષ્ટ્ર નાસિકથી આવેલ શિક્ષણ વિભાગની ટીમે શાહપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.  ઓનલાઇન હાજરી, ચાઈલ્ડ ટ્રેકિંગ, એકમ કસોટી અને G-SHALA જેવી બાબતો નો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી માહિતી મેળવી.