Thursday, November 26, 2020

નિષ્ઠા તાલીમ અહેવાલ ૧૬ થી ૧૮

 નિષ્ઠા તાલીમ અહેવાલ NISTHA TALIM AHEVAL 

મોડ્યુલ ૧         સ્વાધ્યાયકાર્ય ૧

મોડ્યુલ ૨        સ્વાધ્યાયકાર્ય ૨

મોડ્યુલ ૩       સ્વાધ્યાયકાર્ય ૩

મોડ્યુલ ૪       સ્વાધ્યાયકાર્ય ૪

મોડ્યુલ ૫       સ્વાધ્યાયકાર્ય ૫

મોડ્યુલ ૬       સ્વાધ્યાયકાર્ય ૬

મોડ્યુલ ૭             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૭

મોડ્યુલ ૮             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૮

મોડ્યુલ ૯              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૯

મોડ્યુલ ૧૦            અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૦

મોડ્યુલ ૧૧            અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૧

મોડ્યુલ ૧૨             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૨

મોડ્યુલ ૧૩             અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૩

મોડ્યુલ ૧૪              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૪

મોડ્યુલ ૧૫              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૫

મોડ્યુલ ૧૬              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૬

મોડ્યુલ ૧૭              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૭

મોડ્યુલ ૧૮              અહેવાલ/સ્વાધ્યાયકાર્ય  ૧૮

 

Monday, September 7, 2020

શિક્ષક દિન શુભેચ્છા મુલાકાત

શિક્ષક દિન શુભેચ્છા મુલાકાત, તા. ૦૫/૦૯/૨૦૨૦  


તા.૦૫/૦૯/૨૦૨૦ ના રોજ શિક્ષક દિનનો ફાળો એકત્ર કરવા માટે રાજ ભવન જવાની તક મળી. આ કાર્યમાં માન. કલેકટર શ્રી કુલદીપ આર્ય સાહેબ, ડી.ડી.ઓ. શ્રી શાલીની મેડમ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઢેર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ મેડમ તથા મારી માતૃશાળા શેઠ સી.એમ. હાઈસ્કુલ ના આચાર્ય શ્રી ચેતનાબેન બુચ તથા તેમની શાળાના વિદ્યાર્થી પરમ તેમજ મારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીની મનાલી પણ જોડાયા. સ્થાનિક પરિસ્થિતિ મુજબ સામાજિક અંતર જાળવવામાં આવ્યું. અને ફરજીયાત માસ્ક સાથે જવાનું થયું. આ કાર્યમાં પ્રથમ માન. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિભાવરીબેન દવે ત્યારબાદ માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને અંતમાં ગુજરાત રાજ્યના મહા મહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબને મળી ફાળો એકત્ર કરવામાં આવ્યો. તમામ મહાનુભાવો એ શિક્ષકદિન નિમિત્તે ગુજરાતના તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી.









Wednesday, September 2, 2020

Saturday, July 25, 2020

તા. ૨૨/૦૭/૨૦૨૦ થી તા. ૨૫/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ

તા. ૨૨/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ
નીચે આપેલ ધોરણ પર ક્લિક કરીને આપ તા.૨૨/૦૭/૨૦૨૦ ના વિડીયો જોઈ શકો છો.

ધોરણ - ૩ - પર્યાવરણ

ધોરણ - ૪ - પર્યાવરણ 

ધોરણ - ૫  ગણિત 

ધોરણ - ૬ ગણિત અને ગુજરાતી 

ધોરણ - ૭ ગણિત અને ગુજરાતી 

ધોરણ - ૮ ગણિત અને ગુજરાતી 

તા. ૨૩/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ
નીચે આપેલ ધોરણ પર ક્લિક કરીને આપ તા.૨૩/૦૭/૨૦૨૦ ના વિડીયો જોઈ શકો છો.

ધોરણ - ૩ - ગુજરાતી

ધોરણ - ૪ - ગુજરાતી

ધોરણ - ૫  અંગ્રેજી

ધોરણ - ૬  અંગ્રેજી અને સામાજીક વિજ્ઞાન

ધોરણ - ૭ અંગ્રેજી અને સામાજીક વિજ્ઞાન

ધોરણ - ૮ અંગ્રેજી અને સામાજીક વિજ્ઞાન

તા. ૨૪/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ
નીચે આપેલ ધોરણ પર ક્લિક કરીને આપ તા.૨૩/૦૭/૨૦૨૦ ના વિડીયો જોઈ શકો છો.

ધોરણ - ૩ - ગણિત

ધોરણ - ૪ - ગણિત

ધોરણ - ૫  પર્યાવરણ

ધોરણ - ૬  વિજ્ઞાન અને હિન્દી 

ધોરણ - ૭ વિજ્ઞાન અને હિન્દી

ધોરણ - ૮ ગુજરાતી અને હિન્દી

તા. ૨૫/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ

નીચે આપેલ ધોરણ પર ક્લિક કરીને આપ તા.૨૫/૦૭/૨૦૨૦ ના વિડીયો જોઈ શકો છો.

ધોરણ - ૩ - જોયફૂલ શનિવાર

ધોરણ - ૪ - જોયફૂલ શનિવાર

ધોરણ - ૫  જોયફૂલ શનિવાર

ધોરણ - ૬ અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન 

ધોરણ - ૭ અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન 

ધોરણ - ૮ વિજ્ઞાન અને હિન્દી 








Tuesday, July 21, 2020

તા. ૨૧/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ

તા. ૨૧/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ
નીચે આપેલ ધોરણ પર ક્લિક કરીને આપ તા.૨૦/૦૭/૨૦૨૦ ના વિડીયો જોઈ શકો છો.

ધોરણ - ૩ - ગણિત

ધોરણ - ૪ - ગણિત

ધોરણ - ૫ હિન્દી 

ધોરણ - ૬ વિજ્ઞાન અને હિન્દી 

ધોરણ - ૭ વિજ્ઞાન અને હિન્દી 

ધોરણ - ૮ વિજ્ઞાન અને હિન્દી 




તા. ૨૦/૦૭/૨૦૨૦ હોમ લર્નિંગ

Sunday, July 19, 2020

હોમ લર્નિંગ ધોરણ - ૩

તારીખ 19-07-2020 આજ સુધીના તમામ વિડીયો કલેક્શન ડાયરેકટ

હવે સરકાર દ્વારા પ્રસારિત થતા ધોરણ ૩ થી 12 ના લર્નિંગ વિડીયો દરેક તારીખના  તમે તમારા સમયે જોઈ શકશો.

તા.૦૧/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ પર્યાવરણ

તા.૦૨/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગુજરાતી

તા.૦૩/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગણિત

તા.૦૪/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ જોયફૂલ શનિવાર 

તા.૦૬/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગુજરાતી

તા.૦૭/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગણિત

તા.૦૮/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ પર્યાવરણ  

તા. ૦૯/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગુજરાતી 

તા. ૧૦/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગણિત 

તા. ૧૧/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ જોયફૂલ શનિવાર 

તા. ૧૩/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગુજરાતી

તા. ૧૪/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગણિત 

તા. ૧૫૦૭/૨૦૨૦ ધોરણ - ૩ પર્યાવરણ 

તા. ૧૬/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગુજરાતી 

તા. ૧૭/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ ગણિત

તા. ૧૮/૦૭/૨૦૨૦ ધોરણ - ૩ જોયફૂલ શનિવાર 

Monday, April 6, 2020

કરો યોગ રહો નિરોગ

કરો યોગ રહો નિરોગ,  તા. ૦૭-૦૨-૨૦૨૦
યોગાચાર્ય શ્રી દુષ્યંત ભાઈ મોદી દ્વારા ૩ દિવસીય  હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે રાત્રી યોગ શિબિર યોજવામાં આવ્યો. જેમાં બીજા દિવસે  શ્રીમદ રાજચંદ્ર માંથી પધારેલ મહાનુભાવ અને સ્પેન થી આવેલ મહેમાન જોડાયા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પણ સંગીત સાથે યોગના વિવિધ પ્રયોગો બતાવવામાં આવ્યા. 

https://www.youtube.com/watch?v=ylmq5KgKmcA

નવોદય ક્રાંતિ નેશનલ એવોર્ડ - અમૃતસર

નવોદય ક્રાંતિ નેશનલ એવોર્ડ - અમૃતસર, તા.૦૪/૦૨/૨૦૨૦

મારા જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ..
નવોદય ક્રાંતિ પરિવાર ભારત એ રાષ્ટ્રીય કક્ષાએ સરકારી શાળાઓ ને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. સમગ્ર ભારતના શિક્ષકો પોતે કરેલ નવીન પ્રવૃતિઓને આ પરિવારમાં રજુ કરે છે. તેમને કરેલ વિશિષ્ટ કાર્યોને બિરદાવવા માટે દર વર્ષે આ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦ નો આ એવોર્ડ તા. ૦૪-૦૨-૨૦૨૦ ના રોજ અમૃતસર પંજાબ ખાતે નેશનલ એવોર્ડ અને પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું. આ ક્ષણે વંદન મારી શાહપુર પ્રા. શાળા તેમજ મારા નાના ભૂલકાઓ અને મારા પ્રેમી સાથી શિક્ષક મિત્રો અને શાળા પરિવાર.





SAARC દેશોની શાળા મુલાકાત

SAARC દેશોની શાળા મુલાકાત, તા. ૨૩-૦૧-૨૦૨૦ 

જીઓ હેજાર્ડ સોસાયટી, સાઉથ એશિયન એસોસીએશન ફોર રીજનલ કો ઓપરેશન (SAARC), ભારત સરકાર તેમજ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ બિલ્ડિંગનું ઝડપી માળખાકીય અને બિન-માળખાકીય જોખમ મૂલ્યાંકન (Rapid Structural & Non-Structural Risk Assessment of School Building) વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાર્ક સંગઠન ના સભ્ય દેશો જેવાકે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા ના પ્રતિનિધિ એ આજ રોજ ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. જેમાં તેમણે શાળાના સંપૂર્ણ બિલ્ડીંગ નું ઝીણવટ ભર્યું અવલોકન કર્યું. જેમાં આપત્તિ વ્યવસ્થાપન મુજબ કઈ કઈ જગ્યાએ વિદ્યાર્થીઓ માટે જોખમ રહેલું છે તે માટે કયા ઉપાયો કરી શકાય તે અંગે માર્ગદર્શન અને માહિતી આપી. તમામ દેશના પ્રતિનિધીઓએ તમામ વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબ તેમજ શાળાના સ્માર્ટ ક્લાસ ની પણ મુલાકાત લીધી. સાર્કના સભ્યો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ સાથે પણ વાર્તાલાપ કર્યો અને શાળા અને વિદ્યાર્થીઓની વધુ સલામતી માટે કેવી વ્યવસ્થા કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું.





Thursday, January 9, 2020

District Education Innovation Festival - 2019-2020

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૯ - ૨૦૨૦ 

ગાંધીનગર જિલ્લા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ - ૨૦૧૯ - ૨૦૨૦ નું આયોજન તા. ૬ - ૭ - ૮ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર માં કરવામાં આવ્યું. જેમાં આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર દ્વારા રમતા રમતા શિક્ષણ નવાચાર રજુ કરવામાં આવ્યું.

ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોના વિવિધ મુદ્દાઓને સરળતાથી અને રસપૂર્વક શીખવવા માટે શિક્ષક દ્વારા વિવિધ પ્રકારની સામાન્ય રમતોનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવેલ છે. જે રમતોમાં બાળકો પણ તેમની સક્રિય ભાગીદારી દ્વારા વિષય મુજબનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અહી રજુ કરવામાં આવેલ રમતો માં શિક્ષકની  ભૂમિકા ફક્ત માર્ગદર્શકની રહે છે કારણકે મોટા ભાગની રમતો બાળકો જાતે જ રમે છે અને ભાગ લે છે. આ માટે શાળા કક્ષાએ નીચે મુજબની રમતોનું હાલમાં આયોજન કરેલ છે. વર્ગખંડ ની નિરસતા ને દૂર કરવા માટે શિક્ષક એકમને પૂર્ણ કર્યા બાદ આ પ્રકારની રમત કે પ્રતિયોગીતા નું આયોજન કરે છે.
૧. ગણિત સાપ સીડી.
ગણિત સાપ-સીડી., જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી રકમો દરેક અંકમાં લેવામાં આવે છે. જેમાં ચઢતા ક્ર્રમ માં આવતા ઉત્તર વખતે બાળક ઉપર વધે છે  તેમજ ઘટતા ક્રમ ના ઉત્તર વખતે નીચેના ક્રમમાં ઉતરે છે. તેમ કરતા જે બાળક સૌથી પહેલા મંજિલ સુધી પહોચે છે તે વિજેતા બને છે.
૨. હું કોણ છું.?
બાળકો કોઈ એક ઉત્તર મન માં ધારી લે છે.બાકીના બાળકો તે તે ઉત્તર વિષે અન્ય પેટા પ્રશ્નો પૂછે છે અને તેમ કરતા કરતા ઉત્તર ની નજીક પહોચે છે, આ માટે શિક્ષક દ્વારા પ્રશ્નોની એક સાંકળ રચવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી મોર ધરી લે છે. બાળકો તરફથી પૂછવામાં આવે છે કે ... શું તે એક પક્ષી છે ? શું તે પાણી માં રહે છે ? આમ આમ એક એક કરતા બાળકો જવાબની નજીક પહોચે છે.
૩. મ્યુજીકલ બોક્ષ.
એક બોક્ષ માં શબ્દોની પટ્ટી મુકવામાં આવે છે. બાળકો ગોળાકારમાં બેસી મ્યુજિક ની સાથે દડો ગોળ ફેરવે છે, મ્યુજિક બંધ થતા જે બાળક પાસે દડો રહે છે તે બોક્ષમાંથી ચિઠ્ઠી ઉપાડી શબ્દ વિષે વાક્ય બોલો છે. જે બાળક વાક્ય બોલી શકતું નથી તે રમતમાંથી બહાર થઇ જાય છે. જે બાળક ઉત્તર આપે છે તે ૨ પોઈન્ટ મેળવે છે. અને રમત આગળ વધે છે.
૪. કૌન બનેગા બુદ્ધિમાન.?
અ રમતમાં બે બાળકો સામસામે બેસે છે, સ્પ્યારલ કરેલ એક બુકની એક તરફ પ્રશ્ન હોય છે અને બીજી તરફ ચાર વિકલ્પ સાથે સાચો જવાબ આપેલ હોય છે.  જેમ બાળક સાચો જવાબ આપે છે તેમ તેમ રમત આગળ વધે છે. અને બાળક પોઈન્ટ મેળવે છે અધ વચ્ચે ક્યાય બાળક અટકે તો  રમતમાં લાઈફ લાઈન પણ રાખવામાં આવે છે.
૫. શબ્દોની રેલગાડી.
આ રમતમાં શિક્ષક બાળકોને એક પ્રશ્ન પૂછે છે, તેનો જે ઉત્તર આવે છે તેના અનુરૂપ બાળકો આગળ વાક્ય બોલતા જાય છે. જેમ કે શિક્ષક પૂછે છે કે કયા ગ્રહ પર જીવન છે ? કોઈ બાળક  ઉત્તર આપે છે પૃથ્વી, તો તે એન્જીન બને છે બાકીના બાળકમાં જે બાળકો આગળ વાક્ય બોલતા જાય છે જેમ કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી પર પાણી છે તેમ તેમ  બાળકો રેલગાડીમાં જોડાતા જાય છે, જે બાળક વાક્ય બોલી શકતો નથી તે પોતાના સ્થાન પર બેસી રહે છે. જયારે રેલગાડી પૂરી થાય છે ત્યારે તમામ બાળકો તેમને તેર તાળીનું માન આપે છે.
૬. પ્રશ્નપટ્ટી નો ખેલ.
આ રમતમાં જેટલા બાળક હોય તેટલા પ્રશ્ન ની પટ્ટી બનાવવામાં આવે છે અને બાળકોને વહેચવામાં આવે છે. શિક્ષક બાળકોને એક પ્રશ્ન પૂછે છે. જે બાળક પાસે તેનો જવાબ હોય છે તે ઉત્તર આપે છે. જે બાળક સાચો ઉત્તર આપે છે તેને અન્ય બાળકને પ્રશ્ન પૂછવાની તક મળે છે, ખોટો ઉત્તર આપનાર બાળક રમતમાં ચાલુ રહે છે પરંતુ તે પ્રશ્ન પૂછી શકતો નથી.