Friday, December 28, 2018

Innovation 2018


ડિઝીટલ ઓનલાઈન એક્ષામ – ICT



જી.સી.ઈ.આર.ટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ચોથા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ નું આયોજન તા. ૨૦-૨૧ ડીસેમ્બરના રોજ કરવામાં આવેલ હતું. આ ફેસ્ટીવલ માં જિલ્લના શિક્ષકોએ શાળામાં બાળકો માટે કરેલ નવતર પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં શાહપુર પ્રાથમિક શાળાના મ્ય્ખ્ય શિક્ષક શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા ડિઝીટલ ઓનલાઈન એક્ષામ નો નવતર પ્રયોગ રજુ કરવામાં આવ્યો હતો.
       માય સ્કુલ સર્વર અને લર્નિગ ઈ ક્વોલીટીના કોલીબ્રી માધ્યમથી શરુ કરેલ આ એક્ષામમાં આચાર્ય નિયત સમયે ટેસ્ટ ને શરુ અને બંધ કરી શકે છે, એક્ષામનો સમય પૂરો થયા બાદ કોઈ વિદ્યાર્થી પ્રશ્ન નો જવાબ આપી શકતા નથી. આચાર્ય એક્ષામ બનાવ્યા બાદ કોઈ પણ સમયે કયા વિદ્યાર્થીએ કેટલી એક્ષામ પૂર્ણ કરી, કેટલી બાકી, કોણે એક્ષામ શરુ કરેલ નથી જેવી તમામ વિગતો પોતાના ફોનમાં કે ટેબ્લેટમાં જોઈ શકે છે. આ સંપૂર્ણ એક્ષામની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટેસ્ટ ઈન્ટરનેટના માધ્યમ વગર કરી શકાય છે જેથી નેટવર્કના કોઈ પ્રશ્ન ઉદભવતા નથી. તેમજ વિદ્યાર્થીઓ એક્ષામ સિવાય અન્ય કઈ પણ ટેબ્લેટમાં જોઈ શકતા નથી. તમામ પ્રક્રિયા શાળાના "માય સ્કુલ સર્વર" ના ફ્રી વાય-ફાય ની મદદથી થાય છે.
        આ ઇનોવેશન ફેસ્ટીવલ માં ગુજરાતના શિક્ષણ સચિવ શ્રી ડો. વિનોદ રાવ સાહેબ, એન.સી.ઈ.આર.ટી. ના નિયામક સાહેબ, જી.સી.ઈ.આર.ટી.ના નિયામક ડો. જોશી સાહેબ, તેમજ ગાંધીનગર જીલ્લાના ચારેય તાલુકા માંથી આવેલ પ્રાથમિક શિક્ષકોએ  શાળા દ્વારા ચાલતી આ ડિઝીટલ ઓનલાઈન એક્ષામ ના નવતર પ્રયોગને નિહાળ્યું હતું. અને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.