Thursday, September 8, 2022

ઇ.સી.ડી.સી. ટ્રસ્ટ દ્વારા દફ્તર વિતરણ

 ઇ.સી.ડી.સી. ટ્રસ્ટ દ્વારા શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફ્તર વહેંચવામાં આવ્યા.

તારીખ ૦૨, સપ્ટેમ્બર, શુક્રવારના દિવસે ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે આવેલ શાહપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા ધ્યેય અને શાળાના પ્રાંગણમાં વડના વૃક્ષને વાવવાનો તથા શાળાના તમામ બાળકોને સ્કુલ બેગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ. આ સુંદર કાર્યક્રમ Environment Care & Development Charitable Trust (ECDC)દ્નારા આયોજિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ECDC સંસ્થાના પ્રમુખ શ્રી રજનીશભાઈ પટેલ,શ્રી શંકરભાઈ પટેલ તથા તેમની યુવા ટીમના આયોજન અને સંકલનમાં અન્ય ઉપસ્થિત મહાનુભાવ તરીકે ગામના પ્રથમ નાગરિક એવા યુવા સરપંચ શ્રી અર્પિતભાઈ, જીપીસીબી તરફથી સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક શ્રી સુરેશભાઈ અગ્રાવત, શ્રી નાનજીભાઈ ચૌધરી,શ્રી હિરલબેન પંડ્યા, માનનીય શ્રી સી.એન.પટેલ, DFO,શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો અને જેમના માટે આ વિશેષ કાર્યક્રમ હતો એવા શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત બાળકોને જીવન ઉપયોગી વક્તવ્ય આપવામાં આવ્યું. શ્રી પલકબેન દ્વારા બાળકોને રમતગમત રમાડીને બાળકોમાં ઉત્સાહ જગાવવામાં આવ્યો. DFO તરીકે પટેલ સાહેબે ગમ્મત સાથે પર્યાવરણ સંબંધિત જ્ઞાન સાથે માહિતી આપી.શ્રી એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબના જીવનને પ્રેરણા રૂપ બનાવી જીવનમાં સતત પ્રયત્નશીલ બની પોતાના લક્ષ્યને હાંસલ કરવા અનેક વ્યક્તિ વિશેષના ઉદાહરણો સાથે વિધાર્થીઓને મોટીવેશન આપીને એક અલગ પ્રકારની ખુશીનો માહોલ સર્જાયો. ECDC ટ્રસ્ટના રજનીશભાઈ પટેલ દ્વારા દરેક બાળકોને એક વૃક્ષ વાવીને પણ દેશની સેવા થઈ શકે તે માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો અને ઈસીડીસી ટ્રસ્ટના શંકરભાઈ પટેલ દ્વારા ટીંટોડીની સાગર સામે બાથ ભરવાની વાત દ્નારા સાથ આપો સલાહ નહીં એવા સંકલ્પ સાથે સાથે મળી કેવું કામ કરી શકાય એ જણાવી બાળકોને પ્રોત્સાહિત કરતો સંદેશ પાઠવવામાં આવ્યો.શાળાના શિક્ષકોએ આ આયોજનમાં સહયોગ પાઠવ્યો અને ECDC ટ્રસ્ટ સાથે જોડાયેલા અન્ય મિત્રોએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું.
"સાથ,સહકાર અને સહયોગ આપો,સલાહ નહીં" એ આ સંસ્થાનો ઉમદા ધ્યેય છે.સામાજીક સેવાઓ સાથે પર્યાવરણ પ્રેમી એવા આ સંસ્થાના પ્રતિનિધિઓ દસ કરોડ વડના વૃક્ષ વાવીને ઉછેર કરવાના ઉમદા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે એ ગૌરવવંતી પહેલ છે જેને સહયોગ આપવો એ આપણી પ્રાથમિકતા છે એમ સમજી એમના આ મહાન કાર્યને અભિનંદન સાથે પર્યાવરણના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે હ્દયથી શુભેચ્છાઓ...
🌳🦜આવો સાથે મળીને પર્યાવરણ બચાવીએ🦜🌳
આપણા પરિવાર માટે દુનિયાની મોંઘાંમાં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વીને પ્રદુષણથી બચાવવી પડશે તેથી દરેક પ્રકારે, દરેક પ્રયાસો સાથે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇને પર્યાવરણને બચાવવા માટે પોતાના ક્ષેત્રમાં નાનો પ્રયાસ કરીએ. વૃક્ષો વાવીએ, જીવન બચાવીએ.








Do you like this post? Please link back to this article by copying one of the codes below.

URL Of Post:


HTML Link Code:

BB (forum) link code:

No comments:

Post a Comment