Monday, June 9, 2025

સમર કેમ્પ ૨૦૨૫ IIT PALAJ

 શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો આઈ.આઈ.ટી. પાલજ ખાતે સમર કેમ્પ યોજાયો.

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓનો પાલજ, ગાંધીનગર ખાતે આવેલ આઈ આઈ. ટી. ખાતે ૧૦ દિવસીય સમર કેમનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ટીમના સહયોગ દ્વારા શાળાના ધોરણ – ૬ થી ૮ ના ૪૫ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. સમર કેમ્પમાં નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ જીવન કૌશલ્ય તથા મૂલ્ય લક્ષી શિક્ષણ આધારીત વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ૧૦ દિવસના આ કેમ્પમાં ઓરિગામી વર્ક, પ્રિન્ટિંગ વર્ક, પુરાતત્વશાસ્ત્ર, પર્યાવરણ સંરક્ષણ, કેલિગ્રાફી, પુસ્તકાલય પ્રવૃતિ, મૂવી મેકિંગ, ડ્રામા, ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ એક્સપર્ટ દ્વારા કરાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને ખાસ બસ દ્વારા લાવવા અને લઈ જવાની તેમજ બપોરે ભોજનની સુવિધા પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી. સમર કેમ્પમાં નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. સમર કેમ્પના અંતિમ દિવસે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ તથા સ્કૂલ બેગ ભેટ તરીકે આપવામાં આવી. શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા સમર કેમ્પમાં જોડાયેલ તમામ આઈ આઈ. ટી. પાલજના વિદ્યાર્થીઓ, એક્સપર્ટ અને તેમની ટીમના સભ્યોનો આભાર માન્યો હતો.












https://www.instagram.com/p/DKpY9S5osBg/?igsh=a3l5dzd6emFkNDBk

https://www.instagram.com/reel/DKXGLZSspIj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==


Do you like this post? Please link back to this article by copying one of the codes below.

URL Of Post:


HTML Link Code:

BB (forum) link code:

No comments:

Post a Comment