ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો
તા. 27મી એપ્રિલ - 2025, રવિવારે ગાંધીનગર ટાઉનહોલમાં 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિત જોશીની પ્રેરણાથી શિક્ષકોએ સ્વયંભૂ રીતે 'હું છું પર્યાવરણ સંરક્ષક' અભિયાન ચલાવી પર્યાવરણ સંલગ્ન સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કર્યું. વિદ્યાર્થીઓને આ યજ્ઞકાર્યમાં જોડવાનો પ્રયત્ન કર્યો તથા ભવિષ્યમાં પણ આ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા સંકલ્પ લીધો.
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- મહેસાણા, અનંતા એજ્યુકેશન- ગાંધીનગર દ્વારા શિક્ષકોની આ સરાહનીય પહેલને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના આજના સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જી.સી. ઈ.આર.ટી. સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ના આચાર્યને માન. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ ના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ અંતર્ગત શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લા માંથી આવેલ 2,525 શિક્ષકોની પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.