text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Thursday, December 19, 2024

ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા

 શાહપુર પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

આજરોજ તા.16 ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે UGVCL ચિલોડા દ્વારા ઉર્જા સંરક્ષણ વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં UGVCL ચિલોડાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એસ.વી. પટેલ ઉપસ્થિત રહ્યા. ભાગ લેનાર તમામ બાળકોને આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યા.



ગણવેશ અને સ્વેટર વિતરણ

 ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળામાં ગણવેશ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. 


રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદ દ્વારા શનિવાર, 7 ડિસેમ્બર 2024ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે એક શિયાળુ કપડાં વિતરણ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીમાં કોઈપણ બાળકને ગરમીથી વંચિત ન રહેવું પડે એ હેતુથી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર,  યુનિફોર્મ, શિયાળુ ટોપીઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડી તેમના માટે શિયાળો આરામદાયક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યને સફળ બનાવવા ગામની બ્રહ્મકુમારી સંસ્થા, ગામના સરપંચ શ્રી અર્પીતભાઈ પટેલ, ગ્રામ પંચાયત અને તેમની ટીમના સભ્યો, તેમજ શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને શિક્ષકોનો અમુલ્ય સહયોગ મળ્યો. આ ખાસ પ્રસંગને સફળ બનાવવા માટે રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદના પ્રેસિડેન્ટશ્રી  પુરવિશ પટેલ અને અન્ય સમર્પિત સભ્યો પણ સાથે જોડાયા.





બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિ

 શાહપુર શાળા ખાતે ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી.


આજરોજ "ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ" આયોજિત  "ધરતી આબા" ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી.  આ આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના પ્રાથમિક સંવર્ગના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જિલ્લાના સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ, તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, પ્રાંતિયા શાળાના શિક્ષક શ્રી ભાવનાબેન પટેલ તથા જિલ્લા સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર દ્વારા બિરસા મુંડા ના જીવન ચરિત્ર વિશે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. પ્રાથમિક સંવર્ગ ના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તેના વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ગાંધીનગર જિલ્લામાંથી શહેર વિસ્તારમાં ગયેલા શિક્ષકો દ્વારા સંગઠનના વિકાસ માટે  ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો. કાર્યક્રમને અંતે તાલુકાના મહામંત્રી શ્રી મકસુદભાઈ મનસુરીએ આભાર વિધિ કરી હતી.




NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ

 અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા ગાંધીનગર તાલુકા અને શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓને (એન.એમ.એમ.એસ.) NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ

અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર માન્ય બિન સરકારી સંસ્થા છે. જેમના દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે તથા વિવિધ જરૂરિયાત મંદ લોકો માટે સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં ગાંધીનગર તાલુકાની ૧૪ શાળાઓને શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિનાં માર્ગદર્શનથી સંસ્થાના હેડ શ્રી મહેન્દ્ર મહેતા સાહેબના આર્થિક સહયોગથી વિના મૂલ્યે ૩૦૦૦ રૂપિયાની એક એવી ૧૪ રમકડાં કીટ આપવામાં આવી હતી.  વર્ષ ૨૦૨૪ માં પણ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના માર્ગદર્શનથી અને અંત્યોદય ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ગાંધીનગર તાલુકાની અને શહેર વિસ્તારની તમામ શાળાઓ\ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NMMS પરીક્ષાની તૈયારી કરી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી ૪૫૦૦૦/- ની કિમતની કુલ ૨૦૦ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.  ગાંધીનગરના બ્લોક કોઓર્ડીનેટર શ્રી પંકજભાઈ પટેલે શ્રી મહેન્દ્ર મહેતા સાહેબ અને અંત્યોદય ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.