ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું. અ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિકભાઈ પટેલ પણ હાજર રહ્યા. વિશેષ ઉપસ્થિતિ માં ગામના ઉત્સાહી સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, એસ,એમ. સી. સભ્યો, તાલુકા સદસ્ય શ્રી, પૂર્વ સદસ્યશ્રી અને ગામના ઉત્સાહી વડીલો અને યુવાનો હાજર રહ્યા. ગામના યુવાનો દ્વારા શાળાના બાળકોને રોકડ અને વસ્તુ સ્વરૂપે 1,50,000/- થી વધુની કિમતનું દાન આપવામાં આવ્યું.