તા. 12 જુલાઈ, 2025 ના રોજ શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા. જી. ગાંધીનગર ખાતે બાલવાટિકા થી ધોરણ 8
ના વિદ્યાર્થીઓ માટે "બેગલેસ દિવસ" કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ અનોખા કાર્યક્રમનો મુખ્ય
ઉદ્દેશ્ય બાળકોને શાળાકીય અભ્યાસના ભારણમાંથી મુક્ત કરી, પ્રવૃત્તિ-આધારિત
શિક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનો હતો.
આજની પ્રવૃત્તિઓની શરૂઆત બાલવાટિકા થી
ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે સમૂહ યોગ પ્રદર્શનથી થઈ. નાના ભૂલકાઓએ ઉત્સાહભેર યોગાસનો અને લેઝીમના તાલબદ્ધ
પ્રદર્શનમાં ભાગ લીધો, જેણે સમગ્ર વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દીધું. વિદ્યાર્થીઓના ચહેરા પર
આનંદ અને સ્ફૂર્તિ સ્પષ્ટપણે જોવા મળી રહી હતી.
તા. 19 જુલાઈ, 2025 ના રોજ શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા. જી. ગાંધીનગર ખાતે બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે બેગલેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અનોખા કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકોના ભારણમાંથી મુક્તિ આપી, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા જ્ઞાન અને આનંદનો અનુભવ કરાવવાનો હતો.
બાલવાટિકાથી ધોરણ ૫ ના
વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો દ્વારા બાળકોએ
ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું અને તેમની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહન મળ્યું.
શિક્ષકોએ ઉત્સાહભેર આ પ્રવૃત્તિઓમાં બાળકોને માર્ગદર્શન આપ્યું અને વાતાવરણ
હસતું-રમતું રહ્યું.
જ્યારે ધોરણ ૬ થી ૮ ના
વિદ્યાર્થીઓ માટે ગામના નજીકના સ્થળની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
અંતર્ગત વિદ્યાર્થીઓએ ગામની બ્રહ્મા કુમારી સંસ્થાની મુલાકાત
લીધી. સંસ્થાના વડા શ્રી બી. કે. જયશ્રીબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓનું
ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાના કાર્યો, મૂલ્યનિષ્ઠ
શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન વિશે વિગતવાર માહિતી આપી. આ મુલાકાત દરમિયાન શ્રી બી.
કે. જયશ્રીબેને તમામ વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ નાસ્તો પણ કરાવ્યો. આ મુલાકાત
વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક રહી.