text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, December 20, 2015

શાળા લોકાર્પણ

સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવનિર્મિત શાળા લોકાર્પણ અને શાળાના નિવૃત શિક્ષિકા પુષ્પાબેન અંબાલાલ જાની સન્માન સમારંભ 
શાહપુર પ્રા. શાળાના નવા મકાન નું લોકાર્પણ તા. 16-12-2015  ને બુધવારે જીસીઇઆરટી ના નિયામક શ્રી ડો. ટી.એસ.જોશી સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.  આ શુભ દિને શાળાના નિવૃત શિક્ષિકા બેન શ્રી પુષ્પાબેન અંબાલાલ જાની નો સન્માન સમારંભ રાખવામા આવ્યો.  આ પ્રસંગે ગાંધીનગરના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગાંધીનગર  ના પ્રમુખ શ્રી મેરાજભાઈ રબારી, મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ, ડભોડા બીટ  કેળવણી નિરીક્ષક શ્રી હર્ષદભાઈ પટેલ, બીઆરસી કો.ઓ. શ્રી વિષ્ણુભાઈ નાઇ, તાલુકાની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય, તમામ દાતાશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શાળામાં બાળકો માટે પ્રાર્થના શેડ બનાવવા માટે રૂ. 4,00,000/- (રૂ. ચાર લાખ ) નું દાન એકત્ર થયું. ) મહેમાનશ્રી ઓ દ્વારા ગામ ના તમામ દાતાશ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું . સાથે સાથે શાળાના શિક્ષિકા બેન શ્રી પુષ્પાબેન નું સન્માન કરવામાં આવ્યું. તેમની સાથે શાળામાં બાળકો ને રમત ગમત માટે અને ખો-ખો માટે કોચ ની સેવા આપનાર હાઇ સ્કૂલ ના શિક્ષક શ્રી બાબભાઈ ચૌધરી નું પણ શાલ ઓઢાઢી સન્માન કરવામાં આવ્યું. ગામ ના ડેરી ચેરમેન શ્રી આતાજી કચરાજી ઠાકોર દ્વારા પધારેલ તમામ મહેમાન અને બાળકોને તિથી ભોજન કરવવામાં આવ્યું.