text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Friday, February 24, 2017

શૈ. પ્રવાસ - ૨૦૧૭

શાહપુર પ્રાથમિક શાળામાંથી તા. ૨૧-૦૨-૨૦૧૬ ના રોજ ધોરણ – ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે શૈ. પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઈડરિયો ગઢ, વિજયનગર પોળો અને શામળાજી જેવા સ્થળો રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ વિજયનગર પોળો માં વિવિધ પ્રાચીન જૈન મંદિરો અને શિવ મંદિરો નિહાળ્યા. આ ઉપરાંત હરણાવ નદી પર બાંધેલ બંધ જોયો. અતિ રમણીય કુદરતી વાતાવરણ માં જંગલો અને પાણીના ઝરણા ને વિદ્યાર્થીઓએ મન ભરીને માણ્યા.
















Thursday, February 2, 2017

વિધાનસભા પ્રવાસ

વિધાનસભા પ્રવાસ 
તા. ૦૧-૦૨-૨૦૧૭ ને બુધવાર ના રોજ ગુજરાત વિધાનસભામાં મુકવામાં આવેલ અબ્બાસ તૈયબજી ના તૈલચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપવા માટે શાહપુર પ્રાથમિક શાળાના ૭૪ વિદ્યાર્થીઓને વિધાનસભા ની મુલાકાત માટે લઇ જવામાં આવ્યા.  શાળાના વિદ્યાર્થીઓ એ અબ્બાસ તૈયબજીના તૈલચિત્રને વંદન કરી સભાગૃહની મુલાકાત લીધી, વિધાનસભાની સ્થાનિક વ્યક્તિ દ્વારા વિધાનસભાની કાર્યવાહીની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. સભાગૃહ ની મુલાકાત બાદ વિદ્યાર્થીઓને મહાત્મા મંદિરની ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પ્રસંગો પ્રદર્શન દ્વારા નિહાળ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મધુર ડેરી, અડાલજ વાવ અને ત્રિ મંદિર ની પણ મુલાકાત કરાવવામાં આવી.