text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, August 13, 2023

બાળમેળો

શાહપુર પ્રાથમિક શાળામાં તા. ૧૦-૦૮-૨૦૨૩ ને ગુરુવારના રોજ ધોરણ 1 થી 5 નો બાળમેળો યોજાયો તથા ધોરણ 6 થી 8 માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો.











 


મેરી મિટ્ટી મેરા દેશ


શાહપુર પ્રાથમિક શાળા ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો.

આજરોજ આદર્શ પ્રાથમિક શાળા શાહપુર ખાતે "મેરી મિટ્ટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, તલાટી શ્રી યોગેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ તથા અન્ય આગેવાનો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપેલ પંચ પ્રણ શપથ દ્વારા લેવામાં આવ્યા. શહીદોની યાદ માટે બનાવેલ શીલા ફલકમ ની સામે પુષ્પાંજલિ કરવામાં આવી. ગામની માટીને કળશમાં એકત્ર કરી દરેક મહેમાનો દ્વારા કળશ યાત્રા કરવામાં આવી. રાષ્ટ્રગાન અને ધ્વજવંદન બાદ સૌ છૂટા પડ્યા.






 

Sunday, July 9, 2023

નોટબુક્સ દાન

 આદર્શ પ્રાથમિક શાળા, શાહપુરમાં ગામના દાતાશ્રી હર્ષદભાઈ પટેલ (ગોપી નોટબુક્સ બ્રાન્ડ) દ્વારા શાળાના તમામ ૩૬૦  વિદ્યાર્થીઓને ૧ - ૧ ડઝન ફૂલસ્કેપ ચોપડા (૧૭૫ પેજ) તથા અન્ય નોટબુક્સ મળીને કુલ ૪૨૫ ડઝન (અંદાજીત કિમત રૂ. ૧,૩૨,૦૦૦/-) નું દાન કર્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા આ ચોપડા બાળકોને અર્પણ કરવામાં આવ્યા હતા. 




શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩

 શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ 

આદર્શ પ્રાથમિક શાળામાં તા. ૧૨/૦૬/૨૦૨૩ ના રોજ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ડે . કલેકટર સાહેબશ્રી તથા જમીન સંપાદન અધિકારી શ્રી,  અર્જુનસિંહ ડી. વણઝારા સાહેબ શ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. શાળામાં ૩૮ બાલવાટિકા તથા ૩ ધો. ૧ ના બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો. માન. મહેમાનશ્રી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. ગામમાંથી દાતાઓ દ્વારા  વિવિધ પ્રકારની વસ્તુઓ વિદ્યાર્થીઓને દાનમાં આપવામાં આવી. માન. મહેમાનશ્રી એ શાળાની એસ. એમ. સી. સાથે બેઠક કરી શાળાની માહિતી મેળવી. 






Monday, January 16, 2023

મારો દેશ મારી સંસ્કૃતિ (ભારત કો જાનો)







भारत को जानो

 

भारतीय इतिहास, धर्म व संस्कृति,  सामान्य ज्ञान
———————-“भारत को जानो”—————
 पुस्तक से प्रतियोगिताओं के लिए  प्रश्नोत्तरी

ભારત કો જાનો



ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સામાન્ય જ્ઞાનનો સમન્વય એટલે ... 

"ભારત કો જાનો ૨૦૨૧

પુણ્યભૂમિ ભારત માનચિત્ર પરિચય