text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Sunday, August 18, 2024

“એક પેડ માં કે નામ”

 શાહપુર પ્રાથમિક શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો. 

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજ વંદન બાદ વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીમીટીંગ બાદ ઉપસ્થીત બાળકોની માતાઓના હસ્તે શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, તલાટી શ્રી યોગેશભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઠાકોર તથા અન્ય સભ્યો, આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.



Sunday, August 11, 2024

વિદ્યોત્તેજક શિક્ષક સન્માન

 *પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો...*

          તા. 11-08-2024ના રોજ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપીને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજયકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી એવોર્ડ મેળવેલ છે તેવા શ્રેષ્ઠ સારસ્વતો માટે વિદ્યોતેજક સન્માન કાર્યક્રમ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના સહયોગથી અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવશ્રી અને ભૂતપૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પુલકિત જોશીની પ્રેરણાથી યોજાયો. જેમાં આ સાત જિલ્લાના 555 જેટલા શ્રેષ્ઠ શિક્ષક મિત્રોનું સન્માન થયું. જે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર છે. શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશીના માર્ગદર્શનમાં અને તેઓશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ. સી.જે.ચાવડા સાહેબશ્રી-ધારાસભ્ય વિજાપુર, રીટાબેન પટેલ - ધારાસભ્ય ગાંધીનગર, ડૉ. સુખાજી ઠાકોર - ધારાસભ્ય બેચરાજી, મનુભાઈ ચોકસી - પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ,મહેસાણા, એમ.પી. મહેતા, સચિવશ્રી સર્વ શિક્ષા અભિયાન, શ્રી એમ.કે રાવલ નિયામકશ્રી GSEB અને GIET ગાંધીનગર, શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકશ્રી ધર્મેશભાઈ પટેલ વગેરેએ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન પત્ર આપ્યાં તથા ખૂબ જરૂરી જ્ઞાનવર્ધક ભાથું પીરસ્યું.  બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણાના પ્રમુખશ્રી નરેશકુમાર દવેએ પોતાના ટ્રસ્ટનાં સેવાકીય કાર્યોની વિગતો આપી. તેમની વાતોમાં સ્વભાવની સરળતાનાં તથા શિક્ષકો માટેના આદરનાં દર્શન થયાં. કેટલાક નૂતન વિચારો સાથેનું આ સજ્જતાવર્ધક સ્નેહમિલન આજીવન સંભારણું રહેશે તે ભાવ સાથે સૌ છૂટા પડ્યા.










Wednesday, July 3, 2024

વૃક્ષારોપણ

શાહપુર પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર પ્રાઇવેટ લિમિટેડ ગિફ્ટ સિટી તરફથી આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કંપનીના અધિકારીઓ અને શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ ની હાજરીમાં 40 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કંપનીના અધિકારી અને સ્ટાફ દ્વારા ફક્ત વૃક્ષારોપણ નહિ પરંતુ નિયમિત રીતે આ વૃક્ષના ઉછેર અને પિયત ની જવાબદારી પણ લેવામાં આવી.






Tuesday, April 23, 2024

વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ

 શાહપુર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું.

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર પ્રા.લી. ગિફ્ટ સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાન પ્રયોગશાળાનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું.  આ પ્રસંગે શાળાના તમામ બાળકો માટે 400 નંગ સ્કુલ બેગ તથા 400 સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી. આજ કંપની દ્વારા અગાઉ બગીચાના વિવિધ રમત ગમતના સાધનો, પ્રોજેક્ટર, આર. ઓ. પ્લાન્ટ, ત્રણ કોમ્પ્યુટર તથા બેન્ચીસ પણ આપવામાં આવેલી છે. શાહપુર ગ્રામજનો, SMC  અને ગ્રામ અગ્રણી તથા શાળા પરિવાર તરફથી કંપનીની અધિકારી ટીમ નો આભાર માનવામાં આવ્યો.











વાર્ષિકોત્સવ તથા ઉષાબેન વિદાય

 શાહપુર પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ની ભવ્ય ઉજવણી

ગાંધીનગર તાલુકાના શાહપુર પ્રાથમિક શાળામાં શાળા વાર્ષિકોત્સવ તથા શાળાના શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, રાસ ગરબા, બાળગીત, લોકગીત, વ્યસન મુક્તિ તથા મતદાન જાગૃતિ નાટક જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. તથા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક શ્રી ઉષાબેન મોદીના વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ પ્રસંગે શાળામાં પૂર્વ નિવૃત થયેલ શાહપુર ગામના શિક્ષકશ્રીઓ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગર અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. નિવૃત થનાર શિક્ષક શ્રી ઉષાબેન દ્વારા શાહપુર શાળાના વિકાસ અર્થે શાળાને રૂ. ૨૧૦૦૦/- નું તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીનગરને રૂ.૨૫૦૦/- દાન આપવામાં આવ્યું. શાળા દ્વારા પણ નિવૃત્ત થનાર બેન શ્રી તથા આમંત્રિત મહેમાનો નું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનિષાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ શાળામાં પધારેલા મહેમાનો અને નિવૃત થનાર બેન શ્રી નો આભાર માન્યો.













સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૩

 સંસ્કૃત ગૌરવ પરીક્ષા - ૨૦૨૩ 



પ્રકૃતિ વિચરણ

 શાહપુર શાળાના ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આયોજિત વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત શાહપુર નજીક આવેલા ગીર ફાઉન્ડેશનમાં મુક્ત રીતે પ્રકૃતિ વિચરણ કરાવવામાં આવ્યું. 







ચરણ કરાવવામાં આવ્યું.