text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, June 30, 2025

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2025

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું. અ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિકભાઈ પટેલ પણ હાજર રહ્યા. વિશેષ ઉપસ્થિતિ માં ગામના ઉત્સાહી સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, એસ,એમ. સી. સભ્યો, તાલુકા સદસ્ય શ્રી, પૂર્વ સદસ્યશ્રી અને ગામના ઉત્સાહી વડીલો અને યુવાનો હાજર રહ્યા. ગામના યુવાનો દ્વારા શાળાના બાળકોને  રોકડ અને વસ્તુ સ્વરૂપે 1,50,000/- થી વધુની કિમતનું દાન આપવામાં આવ્યું. 














Monday, June 9, 2025

પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025

 ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે એક ભવ્ય કાર્યક્રમ  યોજાયો 

               તા. 27મી એપ્રિલ - 2025, રવિવારે  ગાંધીનગર ટાઉનહોલમાં 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિત જોશીની પ્રેરણાથી શિક્ષકોએ સ્વયંભૂ રીતે  'હું છું પર્યાવરણ સંરક્ષક' અભિયાન ચલાવી પર્યાવરણ સંલગ્ન સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કર્યું. વિદ્યાર્થીઓને આ યજ્ઞકાર્યમાં જોડવાનો પ્રયત્ન કર્યો તથા ભવિષ્યમાં પણ આ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા સંકલ્પ લીધો. 

      માધવ ચેરીટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- મહેસાણા, અનંતા એજ્યુકેશન- ગાંધીનગર દ્વારા શિક્ષકોની આ સરાહનીય પહેલને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના આજના સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જી.સી. ઈ.આર.ટી. સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ના આચાર્યને માન. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ ના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ અંતર્ગત શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લા માંથી આવેલ 2,525 શિક્ષકોની પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.









સમર કેમ્પ ૨૦૨૫ IIT PALAJ

 શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો આઈ.આઈ.ટી. પાલજ ખાતે સમર કેમ્પ યોજાયો.

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓનો પાલજ, ગાંધીનગર ખાતે આવેલ આઈ આઈ. ટી. ખાતે ૧૦ દિવસીય સમર કેમનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ટીમના સહયોગ દ્વારા શાળાના ધોરણ – ૬ થી ૮ ના ૪૫ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. સમર કેમ્પમાં નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ જીવન કૌશલ્ય તથા મૂલ્ય લક્ષી શિક્ષણ આધારીત વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ૧૦ દિવસના આ કેમ્પમાં ઓરિગામી વર્ક, પ્રિન્ટિંગ વર્ક, પુરાતત્વશાસ્ત્ર, પર્યાવરણ સંરક્ષણ, કેલિગ્રાફી, પુસ્તકાલય પ્રવૃતિ, મૂવી મેકિંગ, ડ્રામા, ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ એક્સપર્ટ દ્વારા કરાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને ખાસ બસ દ્વારા લાવવા અને લઈ જવાની તેમજ બપોરે ભોજનની સુવિધા પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી. સમર કેમ્પમાં નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. સમર કેમ્પના અંતિમ દિવસે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ તથા સ્કૂલ બેગ ભેટ તરીકે આપવામાં આવી. શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા સમર કેમ્પમાં જોડાયેલ તમામ આઈ આઈ. ટી. પાલજના વિદ્યાર્થીઓ, એક્સપર્ટ અને તેમની ટીમના સભ્યોનો આભાર માન્યો હતો.












https://www.instagram.com/p/DKpY9S5osBg/?igsh=a3l5dzd6emFkNDBk

https://www.instagram.com/reel/DKXGLZSspIj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==