text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Monday, June 9, 2025

સમર કેમ્પ ૨૦૨૫ IIT PALAJ

 શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો આઈ.આઈ.ટી. પાલજ ખાતે સમર કેમ્પ યોજાયો.

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓનો પાલજ, ગાંધીનગર ખાતે આવેલ આઈ આઈ. ટી. ખાતે ૧૦ દિવસીય સમર કેમનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પમાં સંસ્થાના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ટીમના સહયોગ દ્વારા શાળાના ધોરણ – ૬ થી ૮ ના ૪૫ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. સમર કેમ્પમાં નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ જીવન કૌશલ્ય તથા મૂલ્ય લક્ષી શિક્ષણ આધારીત વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ૧૦ દિવસના આ કેમ્પમાં ઓરિગામી વર્ક, પ્રિન્ટિંગ વર્ક, પુરાતત્વશાસ્ત્ર, પર્યાવરણ સંરક્ષણ, કેલિગ્રાફી, પુસ્તકાલય પ્રવૃતિ, મૂવી મેકિંગ, ડ્રામા, ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ એક્સપર્ટ દ્વારા કરાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને ખાસ બસ દ્વારા લાવવા અને લઈ જવાની તેમજ બપોરે ભોજનની સુવિધા પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી. સમર કેમ્પમાં નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા માટે શાળાના શિક્ષકો પણ જોડાયા હતા. સમર કેમ્પના અંતિમ દિવસે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ તથા સ્કૂલ બેગ ભેટ તરીકે આપવામાં આવી. શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા સમર કેમ્પમાં જોડાયેલ તમામ આઈ આઈ. ટી. પાલજના વિદ્યાર્થીઓ, એક્સપર્ટ અને તેમની ટીમના સભ્યોનો આભાર માન્યો હતો.












https://www.instagram.com/p/DKpY9S5osBg/?igsh=a3l5dzd6emFkNDBk

https://www.instagram.com/reel/DKXGLZSspIj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==


Friday, January 3, 2025

પ્રિ વોકેશનલ એક્સપોઝર વિઝિટ

 પ્રિ વોકેશનલ એક્સપોઝર વિઝિટ 

શાહપુર પ્રાથમિક શાળામાં ફ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત એક્સપોઝર વિઝીટ (31/12/2024)

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં પ્રિ-વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ગાંધીનગરના વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. જેમાં ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, અભિલેખાગાર ભવન,  ગાંધીનગર સાહિત્ય અકાદમી, માટીકામ કલાકારી બોર્ડ તથા અડાલજની વાવ જેવા સ્થળો અને તેમની કામગીરીનું પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ તમામ સ્થળની માહિતી એકત્ર કરી પ્રાર્થના સભામાં તમામ સ્થળોની કામગીરી અંગે પોતાના અભિપ્રાયો પણ રજૂ કર્યા. શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ કાર્યક્રમમાં જોડાયેલ તમામ બાળકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું.










Thursday, December 19, 2024

ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા

 શાહપુર પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

આજરોજ તા.16 ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે UGVCL ચિલોડા દ્વારા ઉર્જા સંરક્ષણ વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતા વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં UGVCL ચિલોડાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એસ.વી. પટેલ ઉપસ્થિત રહ્યા. ભાગ લેનાર તમામ બાળકોને આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યા.



ગણવેશ અને સ્વેટર વિતરણ

 ગાંધીનગરની શાહપુર પ્રાથમિક શાળામાં ગણવેશ અને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. 


રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદ દ્વારા શનિવાર, 7 ડિસેમ્બર 2024ના રોજ શાહપુર પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે એક શિયાળુ કપડાં વિતરણ કેમ્પ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીમાં કોઈપણ બાળકને ગરમીથી વંચિત ન રહેવું પડે એ હેતુથી શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર,  યુનિફોર્મ, શિયાળુ ટોપીઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડી તેમના માટે શિયાળો આરામદાયક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યને સફળ બનાવવા ગામની બ્રહ્મકુમારી સંસ્થા, ગામના સરપંચ શ્રી અર્પીતભાઈ પટેલ, ગ્રામ પંચાયત અને તેમની ટીમના સભ્યો, તેમજ શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને શિક્ષકોનો અમુલ્ય સહયોગ મળ્યો. આ ખાસ પ્રસંગને સફળ બનાવવા માટે રોટરી સુપ્રીમ સેટેલાઇટ સ્ટાર ક્લબ, અમદાવાદના પ્રેસિડેન્ટશ્રી  પુરવિશ પટેલ અને અન્ય સમર્પિત સભ્યો પણ સાથે જોડાયા.





બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિ

 શાહપુર શાળા ખાતે ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી.


આજરોજ "ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ" આયોજિત  "ધરતી આબા" ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી.  આ આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના પ્રાથમિક સંવર્ગના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જિલ્લાના સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પ્રજાપતિ, તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, પ્રાંતિયા શાળાના શિક્ષક શ્રી ભાવનાબેન પટેલ તથા જિલ્લા સંગઠન મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પરમાર દ્વારા બિરસા મુંડા ના જીવન ચરિત્ર વિશે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. પ્રાથમિક સંવર્ગ ના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તેના વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ગાંધીનગર જિલ્લામાંથી શહેર વિસ્તારમાં ગયેલા શિક્ષકો દ્વારા સંગઠનના વિકાસ માટે  ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો. કાર્યક્રમને અંતે તાલુકાના મહામંત્રી શ્રી મકસુદભાઈ મનસુરીએ આભાર વિધિ કરી હતી.




NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ

 અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર દ્વારા ગાંધીનગર તાલુકા અને શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓને (એન.એમ.એમ.એસ.) NMMS પરીક્ષાની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ

અંત્યોદય ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર માન્ય બિન સરકારી સંસ્થા છે. જેમના દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે તથા વિવિધ જરૂરિયાત મંદ લોકો માટે સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં ગાંધીનગર તાલુકાની ૧૪ શાળાઓને શાહપુર શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિનાં માર્ગદર્શનથી સંસ્થાના હેડ શ્રી મહેન્દ્ર મહેતા સાહેબના આર્થિક સહયોગથી વિના મૂલ્યે ૩૦૦૦ રૂપિયાની એક એવી ૧૪ રમકડાં કીટ આપવામાં આવી હતી.  વર્ષ ૨૦૨૪ માં પણ શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના માર્ગદર્શનથી અને અંત્યોદય ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ગાંધીનગર તાલુકાની અને શહેર વિસ્તારની તમામ શાળાઓ\ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NMMS પરીક્ષાની તૈયારી કરી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી ૪૫૦૦૦/- ની કિમતની કુલ ૨૦૦ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.  ગાંધીનગરના બ્લોક કોઓર્ડીનેટર શ્રી પંકજભાઈ પટેલે શ્રી મહેન્દ્ર મહેતા સાહેબ અને અંત્યોદય ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.






Sunday, August 18, 2024

“એક પેડ માં કે નામ”

 શાહપુર પ્રાથમિક શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ યોજાયો. 

ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળામાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજ વંદન બાદ વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલીમીટીંગ બાદ ઉપસ્થીત બાળકોની માતાઓના હસ્તે શાળામાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, તલાટી શ્રી યોગેશભાઈ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઠાકોર તથા અન્ય સભ્યો, આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.