Pages
- Home
- અન્ય ગુજરાતી બ્લોગ
- પાવર પોઇન્ટ
- બાળગીતો, કાવ્ય ધોરણ 1 થી 8
- ગણિત-વિજ્ઞાનમંડળ
- અગત્યના બ્લોગ અને પરિપત્રો
- ગુજરાત ક્વિઝ
- સુવાક્યો
- જાણવા જેવું
- કહેવતો
- વિશેષદિન
- સંપર્ક
- વિવિધ વિષયોનું માસવાર આયોજન
- એકસલ ફાઇલ
- પ્રાર્થના
- પ્રવૃત્તિઓ
- બાળવાર્તા MP3
- દેશભક્તિ ગીત
- પ્રકૃતિ ગીત
- કન્યા કેળવણી ગીત
- સ્વાગત ગીત
- આજનો દિન વિશેષ
text
Thursday, September 8, 2022
ઇ.સી.ડી.સી. ટ્રસ્ટ દ્વારા દફ્તર વિતરણ
ઇ.સી.ડી.સી. ટ્રસ્ટ દ્વારા શાહપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફ્તર વહેંચવામાં આવ્યા.
શાળા ટ્વિનિંગ કાર્યક્રમ
શાળા ટ્વિનિંગ કાર્યક્રમ
આજરોજ આદર્શ પ્રાથમિક શાળા શાહપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા ટ્વિનિંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ક્લસ્ટરની બે શાળાઓ એક બીજાની મુલાકાત લઈ શાળાની પ્રવૃતિઓ નિહાળે છે.
25 ઓગસ્ટના ઓર્જ ચિલોડા ક્લસ્ટર ની બે શાળાઓ શાહપુર પ્રાથમિક શાળા અને રતનપુર પ્રાથમિક શાળા વચ્ચે આ પ્રમાણે એકબીજાની પ્રવૃત્તિઓ જોવા જોવા માટે ટ્વિનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાહપુર શાળાના વિદ્યાર્થીઓ સવારે પ્રાર્થના સભા પહેલા જ રતનપુર શાળામાં પહોંચી ગયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ રતનપુર પ્રાથમિક શાળાની પ્રાર્થના સભામાં ભાગ લીધો તેની પ્રાર્થનામાં થતી અન્ય સહભ્યાસ પ્રવૃત્તિઓ પણ નિહાળી. પ્રાર્થના સભા બાદ શાળામાં કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ નિહાળી. શાળામાં લોક સહકારથી બનાવેલ પુસ્તકાલય અને કોમ્પ્યુટર લેબ ની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી. શાળાના વિદ્યાર્થીઑ પણ કોમ્પ્યુટર ઉપર ખૂબ સારી રીતે કામ કરતા હતા આ જોઈને અત્યંત ખુશી થઈ. સમગ્ર શાળાનું કુદરતી વાતાવરણ ખુબ જ સુંદર હતું શિક્ષકોમાં પણ ખુબ જ સહકાર અને એકતા જોવા મળી જે શાળાના વિકાસ માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખૂબ જ સારી રીતે સમગ્ર શાળાનું અવલોકન કરાવ્યું. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થી દ્વારા નિર્માણ પામેલ ઔષધ ભાગ અને ઇકો ક્લબની પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લીધી. તમામ મુલાકાતે આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નાસ્તો આપવામાં આવ્યો. અંતિમ બેઠકમાં એક સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. શાહપુર શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો.
Wednesday, August 3, 2022
ભારતમાતા પૂજન 03/08/2022
આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર ખાતે ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર તાલુકાના શાહપુર સ્થિત આદર્શ પ્રાથમિક શાળા ખાતે અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ગાંધીનગર જિલ્લા આયોજિત જાહેર વ્યાખ્યાન કાર્યક્રમમાં ગુજરાતના માન. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા સહભાગી થઈ ભારત માતાની ભાવપૂર્વક આરતી ઉતારી વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસથી અવગત કરી "હર ઘર તિરંગા" અભિયાનમાં સ્વૈચ્છિક ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું. આ ઉપરાંત માનનીય મંત્રી શ્રી એ લોકોને 15 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયાના એકાઉન્ટના ડી.પી.માં રાષ્ટ્રધ્વજનો ફોટો રાખવા અપીલ કરી હતી. અને 13 થી 15 ઓગસ્ટ સુધી "હાર ઘર તિરંગા" કાર્યક્રમને સફળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
Thursday, July 7, 2022
શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨
Tuesday, January 11, 2022
જીવન કૌશલ્ય આધારિત બાળમેળો
શાહપુર પ્રાથમિક
શાળામાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો.
ગાંધીનગર તાલુકાની
શાહપુર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જીવન કૌશલ્ય આધારિત
બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળમેળામાં જી.સી.ઇ.આર.ટી, ગાંધીનગર ના હિસાબી અધિકારી કુમારી નિલધારા મેહ મેડમ તથા અન્ય
અધિકારીગણ દ્વારા મુલાકાત લેવામાં આવી. માનનીય મેડમ દ્વારા તમામ બાળકોને
પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. બાળકો દ્વારા પોતાના રોજબરોજના જીવનમાં ઉપયોગી
એવી જીવન કૌશલ્યની પ્રવૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.
























